મિસ્ટર ઈન્ડિયાની રીમેકને કોર્ટમાં પડકારાશે શેખર કપુર

0
30

નવીદિલ્હી, તા. 24
શેખર કપુરે જણાવ્યુ છે કે, ‘મિસ્ટર ઈન્ડિયા’ની રીમેક બનાવવા માટે તેમની પાસેથી કોઈ ક્રિએટીવ રાઈટ્સ લેવામાં નથી આવ્યા નથી. આ કારણસર આ ફિલ્મને તેઓ કાયદાકીય પ્રક્રિયાથી ફાઈટ આપશે. ડિરેકટર અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મની રીમેક બનાવવાની વાત સોશ્યલ મિડીયામાં કરી હતી. 1987 માં આવેલી શેખર કપુરની ‘મીસ્ટર ઈન્ડીયા’માં અનિલ કપુર અને શ્રીદેવી લીડ રોલમાં જોવા મળ્યા હતાં. બીજી તરફ લીગલ એકશન લેવાની સલાહ આપતા ટ્વીટર પર કુણાલ કોહલીએ ટ્વીટ કર્યુ હતુ કે ‘જાવેદ અખ્તરને પણ ગીતકાર અને લેખકોના અધિકાર માટે લાંબી લડત ચલાવ્યા બાદ જીત મળી હતી. આ વખતે આપણે એજ કરીશુ?’


કુણાલ કોહલીને જવાબ આપતાં શેખર કપુરે ટ્વીટ કર્યુ હતું કે, ‘હા આ વખતે તો કાયદાની મદદ લેવી જ પડશે. એ માર્ગ અપનાવવો પડશે.’
આ સાથે જ ‘મિસ્ટર ઈન્ડીયા’માં મોગેમ્બોનું પાત્ર ભજાવનારા અમરીશ પૂરીનો ફોટો ટ્વીટર પર શેર કરીને શેખર કપુરે ટ્વીટ કર્યુ હતું કે, ‘શું કહ્યું? ‘મિસ્ટર ઈન્ડીયા 2?’ આ દુનિયામાં હજી કોઈ મોગેમ્બો છે?’
ફિલ્મ બનાવતી વખતે કેટલી મહેનત કરવામાં આવે છે એ વિશે ટ્વિટર પર શેર કરીને શેખર કપુરે ટ્વીટ કર્યુ હતું કે ‘પહેલા દિવસથી જ અમે લેખકો સાથે બેસીને ચર્ચા કરીએ છીએ, પરંતુ અમે લેખક નથી. એકટર્સને તેમના પફોર્મન્સમાં મદદ કરીએ છીએ, પરંતુ અમે એકટર્સ નથી. ફિલ્મને સારી રીતે કરવા માટે મહેનત કરીએ છીએ. કલાકો સુધી અમે એડિટિંગ-ટેબલ પર બેસીએ છીએ. ફિલ્મના દરેક પાસાને સચોટ બનાવવા માટે ડિરેકટર્સ અગત્યની ભૂમિકા ભજવે છે. આમ છતા ક્રીએટિવ રાઈટ્સ લેવામાં નથી આવતા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here