શેલ્ડન કૉટ્રેલે કહ્યું IPL પહેલા મોહમ્મદ શમીએ સુધારવી પડશે આ ચીજ

0
16

આઈપીએલ 2020ની શરૂઆત થવાને આડે હવે દિવસો ગણાઈ રહ્યા છે. આઈપીએલનું શેડ્યુલ પણ સામે આવી ચૂક્યુ છે. ત્યારે ખેલાડીઓ વચ્ચે પણ શાબ્દિક ટકરાવ શરૂ થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન જેમ્સ નિશમને આઉટ કરીને ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સેલ્યુટ કરી હતી. શમીને પોતાના અંદાજની નકલ કરતા જોઈને વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કૉટ્રેલે કહ્યુ કે શમીએ પોતાની સેલ્યૂટ પર કામ કરવું પડશે.

કૉટ્રેલે કહ્યું IPL પહેલા મોહમ્મદ શમીએ સુધારવી પડશે આ ચીજ
શેલ્ડન કોટ્રેલે કહ્યું…

ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસ દરમાયન મોહમ્મદ શમીએ જેમ્સ નિશમને આઉટ કરીને સેલ્યુટ કરી હતી. સામાન્ય રીતે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ વિકેટ લીધા બાદ સેલ્યુટ કરે છે. પોતાના અંદાજની નકલ થતી જોઈને કોટ્રેલે એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેમણે કહ્યું,’અહીં કિંગ્સ 11 પંજાબની જીત હશે. પછી જેમ્સ નિશમ જીતે કે મોહમ્મદ શમી. પરંતુ આપણે શમીના સેલ્યુટ પર મહેનત કરવી પડશે.’

કૉટ્રેલે કહ્યું IPL પહેલા મોહમ્મદ શમીએ સુધારવી પડશે આ ચીજ
ઘણા બદલાવ

તમને જણાવી દઈએ કે બંને ખેલાડીઓ આઈપીએલ 2020 દરમિયાન કિંગ્સ 11 પંજાબ માટે રમતા દેખાશે. પંજાબની ટીમે કોટ્રેલેન પોતાની ટીમમાં સામેલ કર્યા છે. બંનેને સાથે બોલિંગ કરતા જોવા રોમાંચક હશે.

કિંગ્સ 11 પંજાબની ટીમે આ વખતે નવી સિઝનમાં ઘણા પરિવર્તન કર્યા છે. કોચિંગ સ્ટાફમાં તેમણે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને સ્પિનર અનિલ કુંબલેને સ્થાન આપ્યુ છે. રવિચંદ્રન અશ્વિનને રિવીલ કર્યા બાદ તેમણએ કે. એલ. રાહુલને કેપ્ટન્સી સોંપી છે.

 

કૉટ્રેલે કહ્યું IPL પહેલા મોહમ્મદ શમીએ સુધારવી પડશે આ ચીજ
મેક્સવેલનું કમબેક

આ ઉપરાંત કિંગ્સ 11 પંજાબ ગ્લેન મેક્સવેલ ટીમમાં કમબેક કરી રહ્યા છે. મેક્સવેલ પર પણ પંજાબની ટીમને જીતાડવાનો મદાર રહેશે. આ ઉપરાંત અન્ય કેટલાક વિદેશી ખેલાડીઓ પણ ટીમમાં જોડાયા છે. જેમાં ક્રિસ જોર્ડનનું નામ સામેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here