Friday, March 29, 2024
Homeશિખા મલ્હોત્રા : હું રિકવર થઈ રહી છું, પરંતુ પ્રોસેસ ઘણી જ...
Array

શિખા મલ્હોત્રા : હું રિકવર થઈ રહી છું, પરંતુ પ્રોસેસ ઘણી જ ધીમી છે , મને ખબર નથી કે હું ક્યારે ચાલી શકીશ

- Advertisement -

શાહરુખ ખાનની ફિલ્મ ‘ફૅન’માં જોવા મળેલી એક્ટ્રેસ શિખા મલ્હોત્રા મેજર સ્ટ્રોક તથા લકવાનો ભોગ બની છે. લકવાને કારણે તેના શરીરનો જમણો હિસ્સો વ્યવસ્થિત રીતે કામ કરતો નથી. તે પોતાનો હાથ અને પગ હલાવી શકતી નથી. હાલમાં જ એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં શિખાએ પોતાની તબિયત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે ઠીક થઈ રહી છે, પરંતુ આ પ્રોસેસ ઘણી જ સ્લો છે. તેને ખ્યાલ નથી કે તે ક્યારેય ઠીકથી ચાલી શકશે.

શિખાને કોરોના પેશન્ટની સારવાર બાદ ચેપ લાગ્યો…
શિખા ફિલ્મમાં આવી તે પહેલાં તેણે નવી દિલ્હી સ્થિત વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ, સફદરગંજમાંથી નર્સિંગનો કોર્સ કર્યો હતો. દેશમાં જ્યારે કોરોનાનો પ્રકોપ વધ્યો તો તેણે કોરોના પેશન્ટની સારવાર કરવાનું નક્કી કર્યું. તે મુંબઈના જોગેશ્વરી ઈસ્ટ સ્થિત હિંદુ સમ્રાટ બાલાસાહેબ ટ્રોમા હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. થોડાં સમય બાદ શિખા કોરોના પોઝિટિવ થઈ હતી અને તે પછી ઠીક થઈ ગઈ હતી.

જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું…
ઈન્ટરવ્યૂ દરમિયાન શિખાએ પોતાની પરિસ્થિતિ અંગે કહ્યું હતું, ‘હું જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું અને આ સમયે તમામનો સપોર્ટ ઈચ્છું છું. મને મારા કામ પ્રત્યે ઘણી જ ધગશ છે અને ઓડિયન્સનો થોડો સપોર્ટ માગું છું. મારી તબિયત સુધારા પર છે, પરંતુ પ્રોસેર ઘણી જ સ્લો છે. મને ખ્યાલ નથી કે હું બીજીવાર ક્યારે ચાલી શકીશ.’

મોટા ભાગને ‘કાંચલી’ રિલીઝ અંગે ખબર નથી…
શિખાએ આગળ કહ્યું હતું, ‘હું મારા શરીરથી લાચાર છું પરંતુ જ્યારે પણ હું ફિલ્મ ‘કાંચલી’ અંગે વિચારું છું તો મારું મન નાચી ઊઠે છે.’ જોકે, મોટાભાગના લોકોને આ ફિલ્મ રિલીઝ અંગે ખબર નથી. ઉલ્લેખનીય છે કે 10 ડિસેમ્બરના રોજ શિખાને મેજર સ્ટ્રોક આવ્યો હતો. તેને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પછી તેને KEM હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. શિખાએ હોસ્પિટલમાંથી માતા સાથેની તસ્વીર પણ શૅર કરી હતી.

શિખાએ રાજસ્થાની ફિલ્મ ‘કાંચલી’માં લીડ રોલ પ્લે કર્યો છે…
શિખાએ શાહરુખ ખાનની ફિલ્મ ‘ફૅન’માં કામ કર્યું હતું. હાલમાં જ તેણે રાજસ્થાની ફિલ્મ ‘કાંચલી’માં લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં શિખા ઉપરાંત સંજય મિશ્રા, લલિત પરિમૂ, નરેશપાલ સિંહ મહત્ત્વના રોલમાં હતાં. ફિલ્મની સ્ટોરી રાજસ્થાનના લોક વાર્તાકાર વિજયદાન દેથામની વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં વેલફેરનો મેસેજ આપવામાં આવ્યો છે. ફિલ્મને ડિરેક્ટ તથા પ્રોડ્યૂસ દેદીપ્ય જોષીએ કરી છે. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular