બેંગલુરુ વનડેમાં શિખર ધવન ઈજાગ્રસ્ત: કિવિઝ પ્રવાસ અંગે પ્રશ્ન

0
27

બેંગ્લોર: હાલમાં જ ઈજામાંથી રીકવર થઈને ટીમમાં પરત ફરેલા ઓપનીંગ બેટસમેન શિખર ધવન ગઈકાલે બેંગ્લોરમાં આખરી વનડેમાં ફરી ઈજાગ્રસ્ત થતા હવે ભારતીય ટીમના આ સપ્તાહે જ શરૂ થઈ રહેલા ન્યુઝીલન્ડના પ્રવાસમાં તેના સમાવેશ સામે પ્રશ્ન ઉઠયા છે.

કાલે તે ફીલ્ડીંગ સમયે એક શોટ રોકવા જતા ખભાના આધારે પડી ગયો હતો અને તે બાદમાં ફિલ્ડીંગ કે બેટીંગમાં આવ્યો ન હતો તથા તેણે ડાબા હાથને ઉંચો રાખવા માટેની ખાસ પટ્ટી પહેરી હતી.તેણે ફિન્ચના દડાને રોકવા માટે જે છલાંગ લગાવી તેમાં તેના ખભાને ઈજા પહોંચી હતી.

ધવનને રાજકોટ વનડેમાં પણ કયુમીન્સનો દડો વાગતા તે બાદમાં ફિલ્ડીંગમાં આવ્યો ન હતા. તેને કિવિઝ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરાયા છે પણ જોડાશે કે કેમ તે આજે નિર્ણય થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here