શિલ્પા શેટ્ટીએ પતિ રાજ સાથે વર્કઆઉટ કર્યું, દીકરા વિઆને પણ સાથ આપ્યો

0
13

મુંબઈ. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મન્ડે મોટિવેશન વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે પતિ રાજ કુંદ્રાની સાથે વર્કઆઉટ કરે છે. દીકરો વિઆન પણ વીડિયોમાં મસ્તી કરતો જોવા મળે છે. તે ટ્રેડ મિલ પર ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો.

શિલ્પાએ ફેમિલી વર્કઆઉટનું મહત્ત્વ સમજાવ્યું

શિલ્પાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, મેં થોડાં દિવસ પહેલાં વિઆનની સાથે એક નાનકડો એક્સરસાઈઝ વીડિયો શૅર કર્યો હતો અને લોકોએ મને પૂરો વર્કઆઉટ વીડિયો શૅર કરવાનું કહ્યું હતું. મારી પાસે પૂરો વર્કઆઉટ વીડિયો નથી પરંતુ આર્કાઈવમાં જે છે, એ શૅર કરું છું. મારું માનવું છે કે જે પરિવાર સાથે જમે છે, પ્રાર્થના સાથે કરે છે અને વર્કઆઉટ સાથે કરે છે, તે હંમેશાં સાથે રહે છે.

વધુમાં શિલ્પાએ કહ્યું હતું, અનેકવાર હું અને રાજ સવારના સમયે વર્કઆઉટ કરતા હોઈએ છીએ અને વિઆન પણ સાથે હોય છે. અમને ખબર છે કે તેને આમાં મજા આવતી નથી તો અમે જ્યારે એબ્સ વર્કઆઉટ કરીએ ત્યારે તેને સ્લાઈડ યા જમ્પિંગ કરવા દઈએ છીએ. અમારા વર્કઆઉટથી પેટના મસલ્સ મજૂબત બને છે અને સાથે જ માઈન્ડ-બૉડીના કો-ઓર્ડિનેશન સ્ટ્રોંગ બને છે. આ એક સારી સવાર હતી, જે અમે સાથે પસાર કરી. આશા છે કે તમે બધા જ ઘરમાં હશો અને સલામત હશો.

View this post on Instagram

I had shared a little exercise-fun with Viaan a few days ago, and I was asked for the entire workout video. Well, I don’t have the entire workout captured, but sharing what I found from my archives. I truly believe that the family that eats, prays and works out together… stays together! Oftentimes when @rajkundra9 and I workout in the mornings, we get Viaan to join us too. We do understand that if it's not fun for him, he's not going to enjoy the process. So, while we roped in some abs workout for ourselves, we got him to hop, slide, and jump around. Our workout helps us build & strengthen the abdominal muscles, while it also helps improve the mind-body coordination and enhances speed & endurance capacity. Viaan, on the other hand, was just happy to be jumping around and using up some of that pent up energy. A morning well-spent, this was! I hope you all are staying home and staying fit too! . @thevinodchanna . . . . #SwasthRahoMastRaho #GetFit2020 #MondayMotivation #FitIndia #FitIndiaMovement #homefitness #homeworkouts #fitness #COVID19

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

હાલમાં શિલ્પા શેટ્ટી પરિવાર સાથે સેલ્ફ આઈસોલેશનમાં છે. શિલ્પા આ વર્ષે 15 ફેબ્રુઆરીએ દીકરી સમિશાની માતા બની હતી. દીકરીનો જન્મ સરોગસીની મદદથી થયો હતો. શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે. નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિઆનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here