સુરત : પ્રફુલ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીની માતા કોર્ટમાં હાજર રહી,

0
0

સુરતઃ પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા નોન બેલેબલ વોરન્ટ કાઢવામાં આવતાં હાજર રહી હતી. કોર્ટમાં ચાર્જફ્રેમ કરાયા બાદ કેસની આગામી તારીખ 16-10-2019ની કરવામાં આવી છે.

માફિયા ગેંગની પણ એન્ટ્રી થઈ હતી

કેસની વિગત મુજબ 1998માં શિલ્પા શેટ્ટીએ પ્રફુલ સાડીની સ્વીત્ઝરલેન્ડ અને પેરીસમાં શુટિંગ કરી એક એડ ફિલ્મ બનાવી હતી. કહેવાય છે કે આ એડ રિલિઝ કરવાની કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહતી. ફરિયાદીએ આ એડના શુટિંગ પેટે રૂપિયા પાંચ લાખ ચૂકવી દીધાં હતા. ફરિયાદની હકિકત મુજબ આ પેમેન્ટ બાદ પણ આરોપીઓએ રૂપિયા બે લાખ વધારાના માંગ્યા હતા. આ કેસમાં બાદમાં માફિયા ગેંગની પણ એન્ટ્રી થઈ હતી.

જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી

તા. 24,25મી માર્ચ, 2003થી તા 1લી મે, 2003 દરમિયાન ફરિયાદીના ઘરે અસંખ્યવાર ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. તથા બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી રહ્યો હોય પરંતુ ચાર્જફ્રેમની પ્રોસેસ પર અટક્યો હોય કોર્ટ દ્વારા સુનંદા શેટ્ટીને વોરન્ટ બજવી તા. 30મી સપ્ટેમ્બર, સોમવારના રોજ હાજર રહેવા જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here