Friday, March 29, 2024
Homeગુજરાતશિનોર : જિંદગીથી ત્રસ્ત સાધલીનો યુવાન મોત વહાલું કરવા ટાવર પર ચઢ્યો

શિનોર : જિંદગીથી ત્રસ્ત સાધલીનો યુવાન મોત વહાલું કરવા ટાવર પર ચઢ્યો

- Advertisement -

શિનોરના સાધલી ગામે કુકસ જવાના માર્ગ પર BSNLના ટાવર ઉપર 21 વર્ષિય યુવાન જિંદગીથી કંટાળીને મોતની છલાંગ લગાવવા ચઢી જતાં અફરાતફરી મચી હતી. ભારે જહેમત બાદ ટાવર ઉપર ચઢી અન્ય યુવાનોએ તેને હેમખેમ નીચે ઉતારીને બચાવી લીધો હતો.

સાધલીના લાલજી નગર ખાતે રહેતાે 21 વર્ષિય હર્ષદ હરિષચંદ્ર પ્રજાપતિ જિંદગીથી કંટાળી શુક્રવારે સાંજે મોતની છલાંગ લગાવી આપઘાત કરવાના ઈરાદા સાથે કુકસ જવાના માર્ગ પર આવેલ BSNL ટાવરની ઉપર ચઢી જતાં અફરાતફરી મચી ગઇ હતી. ટાવરની ટોચે ચઢી ગયેલા યુવકને નીચે ઉતારવા સ્થાનિકોએ ઘણા પ્રયાસ કર્યા હતાં. જોકે યુવક નીચે ન ઉતરતાં આખરે સાધલી પોલીસને જાણ કરાતાં તેણે તાત્કાલિક આવી યુવકને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

તે દરમિયાન માંજરોલ ગામે રહેતાં વનરાજસિંહ નામના યુવકે જીવના જોખમે ટાવર ઉપર ચઢી આપઘાત કરવાના ઈરાદે ચઢેલ યુવાનને કુનેહપૂર્વક બાથ મારી અન્ય યુવાનોની મદદથી જહેમત બાદ નીચે ઉતારી બચાવી લીધો હતો. બાદ યુવાનને સાધલી આઉટ પોસ્ટ ખાતે લઈ જવાયો હતો. માંજરોલના યુવાન સહિત અન્યોએ યુવાનને બચાવી લેતાં તેમની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular