શિવસેનાએ બિહાર અને કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્ર સરકારની વિરુદ્ધ ષડયંત્ર ઘડવાનો આક્ષેપ કર્યો

0
5

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે શિવસેનાએ રવિવારે કેન્દ્ર અને બિહાર સરકાર પર નિશાન તાક્યું છે. રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારની વિરુદ્ધ ષડયંત્ર ઘડવાનો આક્ષેપ કર્યો છે.

 

સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે, જેવી રીતે બિહાર અને દિલ્હીમાં સુશાંત સિંહ રાજપૂતના મોત પર રાજકારણ થઈ રહ્યું છે તેનાથી મને લાગે છે કે આ મહારાષ્ટ્રની સરકારની વિરુદ્ધ ષડયંત્ર છે. મુંબઈ પોલીસ કેસની તપાસ કરવા અને સત્યને સામે લાવવા માટે સક્ષમ છે. સંજય રાઉતે સુશાંત કેસને કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ને સોમપવા મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આ નિર્ણય રાજકીય લાભ અને દબાણનું રાજકારણ અંતગર્ત લેવામાં આવ્યો છે.

પોતાની સાપ્તાહિક કોલમમાં સંજય રાઉતે લખ્યું હતું કે, એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સીબીઆઈ મામલે અભિપ્રાય માગ્યો હતો જ્યારે તેઓ ગુજરાતના રાજકારણાં સક્રિય હતા. તેમણે ગોધરા રમખાણો અને ત્યારબાદ થયેલી હત્યાઓના કેસને સીબીઆઈને સોંપવાનો વિરોધ કર્યો હતો. જો સુશાંત સિંહના મોતના કેસને સીબીઆઈને સોંપવા મામલે તે જ ભાવના વ્યક્ત કરવામાં આવે છે તો તેમાં ખોટું શું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here