શિવસેનાએ કંગના બાદ રિટાયર્ડ નેવી ઓફિસર પર ઉતાર્યો ગુસ્સો, બેરહેમીથી માર્યો માર

0
0

શિવસેનાએ અભિનેત્રી કંગના રનૌત બાદ હવે રિટાયર્ડ નેવી ઓફિસર પર ગુસ્સો ઉતાર્યો હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટુનને વોટ્સએપ પર શેર કરવા બદલ શિવસેના કાર્યકર્તાઓએ રિટાયર્ડ નૌસેનાના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી હતી. આ મામલે પોલીસે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ લોકોમાં શિવસેનાના શાખા પ્રમુખ કમલેશ કદમ પણ છે.

રિટાયર્ડ નેવી ઓફિસર મદન શર્માએ જણાવ્યું હતું કે, મેસેજ ફોરવર્ડ કર્યા બાદ મને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. તેના બાદ શુક્રવારે 8 થી 10 લોકોએ મારા પર હુમલો કર્યો હતો. મેં આખી જિંદગી દેશની સેવા કરી છે. આ પ્રકારની સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.

હુમલાને લઈને રિટાયર્ડ નેવી ઓફિસર શર્માએ સમતા નગર પોલીસ સ્ટેશનમાં 6 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. જેના બાદ કાર્યવાહી કરીને મોડી રાત સુધી સમતા નગર પોલીસે તમામ 6 લોકોની ધરપકડ કરી હતી.

તો બીજી તરફ આ ઘચનાને લઇ રાજકીય માહોલ ગરમાયો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત બીજેપીના અનેક નેતાઓએ સમગ્ર મામલામાં વિરોધ વ્યક્ત કર્યો હતો. તો અભિનેત્રી કંગના રનૌતે આ મામલે પણ પોતાની પ્રતિક્રીયા આપી હતી. કંગનાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારનો આતંક અને અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here