મર્યાદા ભૂલ્યા શિવસેનાના ધારાસભ્ય : ધારાસભ્ય દિલીપે કોન્ટ્રેક્ટરને રસ્તા પર બેસાડી તેના માથા પર કચરો નાખ્યો

0
5

શિવસેનાના ધારાસભ્યએ મુંબઈના કોન્ટ્રેક્ટર સાથે ગેરવર્તનની મર્યાદા ઓળંગી છે. નેતાજી એ પણ ભૂલી ગયા કે કોરોના ફેલાયેલો છે, આવી સ્થિતિમાં એની પ્રવૃત્તિઓ કોઈના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ મામલો ચાંદિવલીના શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડે સાથે જોડાયેલો છે. ધારાસભ્ય દિલીપે કોન્ટ્રેક્ટરને પાણી ભરાયેલા રસ્તા પર બેસાડ્યો હતો.

નેતાજીના કહેવા મુજબ ન બેસવા બદલ તેમના લોકોએ કોન્ટ્રેક્ટરને ધક્કો પણ માર્યો હતો. એટલું જ નહીં, ધારાસભ્યએ કોન્ટ્રેક્ટરના માથા પર કચરો પણ નખાવ્યો હતો. તેની આ પ્રવૃત્તિનો વીડિયો પણ વાઇરલ થયો છે.

નાળાની સફાઈ યોગ્ય રીતે ન કરવા અંગે નારાજ હતા
તેમની આ કાર્યવાહી પાછળ ધારાસભ્યએ દલીલ કરી હતી કે ઠેકેદાર પોતાનું કામ બરાબર કરી રહ્યો ન હતો, તેથી જ તેની સાથે આ પ્રકારની વર્તણૂક કરવામાં આવી છે. ધારાસભ્યની નારાજગી એ અંગે હતી કે નાળાની સફાઈ બરાબર ન થવાને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું.

મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે, પરંતુ ધારાસભ્યએ કોન્ટ્રેક્ટરની સાથે જે કર્યું એ કોઈપણ દૃષ્ટિકોણથી યોગ્ય ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here