રાહુલ ગાંધીના વીર સાવરકર પરના નિવેદનથી શિવસેના નારાજ, રાઉતે કહ્યું દેવતા સાવરકરનું સન્માન કરતા શીખો

0
25

મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જેમને ભારત રત્ન આપવાની વાતો થઇ રહી હતી, તે ક્રાંતિકારી વીર સાવરકરને લઇને રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, કહ્યું કે તેઓએ અંગ્રેજોની માફી માંગી હતી, હું કોઇ જ માફી માંગવાનો નથી, તેમને ઇન્ડિયા રેપ કેપિટલના પોતાના નિવેદન પર જવાબ આપ્યો હતો, આ મામલે હવે શિવસેનાએ રાહુલ સામે નારાજગી દર્શાવી છે, સંજય રાઉતે કહ્યું કે વીર સાવરકર મહારાષ્ટ્રના લોકો માટે દેવતા હતા, તેઓ સાચા દેશભક્ત હતા, રાહુલને સલાહ આપી કે અમે ગાંધી, નહેરુનું સન્માન કરીએ છીએ, તમે પણ અમારા દેશભક્ત સાવરકરનું સન્માન કરતા શીખો.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી શિવસેનાએ સરકાર બનાવી છે, તેના થોડા જ દિવસોમાં હવે શિવસેના-કોંગ્રેસ વચ્ચે નારાજગી જોવા મળી છે, શિવસેના દેશભક્ત સાવરકરનું અપમાન સહન ન કરી શકે, આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનારા વીર સાવરકર પર ખોટું નિવેદન કરનારા રાહુલ હવે બોલીને ભરાઇ ગયા છે, કારણ કે અગાઉ ઇન્દિરા ગાંધીની તેમની જ સરકારે સાવરકરના નામની ટપાલ ટિકીટ જાહેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here