Thursday, April 18, 2024
HomeNDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન
Array

NDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન

- Advertisement -

નવી દિલ્હી, તા. 18 નવેમ્બર 2019, સોમવાર

મહારાષ્ટ્રમા શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી મતભેદની અસર દિલ્હી સુધી જોવા મળી રહી છે. જે શિવસેના એનડીએ સરકારનો ભાગ થઇને મોદી સરકારનો વિરોધ કરતી હતી. તે આજે ઔપચારિકરીતે વિપક્ષનો ભાગ બની ગઇ છે. જેની અસર સોમવારે લોકસભાના શિયાળુ સત્રમા જોવા મળી. જેમા શિવસેનાએ ખેડૂતોના વળતરના મુદ્દાને સ્થગન પ્રસ્તાવ આપ્યો અને સંસદભવનની બહાર પ્રદર્શન પણ કર્યુ.

સ્થગન પ્રસ્તાવ પહેલા સોમવારે જ શિવસેનાએ વિપક્ષના પક્ષે ખેડૂતોના વળતરના મુદ્દાને ઉઠાવ્યો. શિવસેનાએ માગણી કરી કે, જે ખેડૂતોનું નુકશાન થયુ છે. તેઓને રૂ. 25,000 પ્રતિ હેક્ટરનું વળતર આપવામા આવે. જોકે અત્યારે ફક્ત રૂ.8,000 પ્રતિ હેક્ટર આપવામા આવે છે.

 

મહારાષ્ટ્રમા 24 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચુંટણીના પરિણામો આવ્યા પરંતુ અત્યાર સુધી સરકારની રચના થઈ નથી. શિવસેના અને ભાજપ વચ્ચે વડાપ્રધાનના પદને લઈને મતભેદ ચાલી રહ્યા હતા. જેના પછી શિવસેનાએ NDAથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો.

સંસદના સત્ર પહેલા NDAની જે બેઠક થઇ હતી. એમા પાર્ટીએ જવા માટે મનાઈ કરી દીધી. જે બાદ કેન્દ્ર સરકારે શિવસેનાના સાંસદોની બેઠકમાં પણ ફેરફાર કર્યો. શિવસેના લોકસભાના શિયાળુ સત્રમા સત્તા પક્ષ નહીં, પરંતુ વિપક્ષવાળી સીટોમા બેઠેલી જોવા મળી. લોકસભામા શિવસેનાના 18 અને રાજ્યસભાના કુલ 3 સાંસદો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular