MPના મુખ્યમંત્રીને કોરોના : શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી

0
7
  • તાવ અને ખાંસીની ફરિયાદ હોવાથી શિવરાજનો ટેસ્ટ કરાયો હતો
  • શિવરાજના સંપર્કમાં આવેલાં દરેકને સેલ્ફ ક્વોરન્ટિન થવા સુચિત કરાયું
  • આ પહેલા કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • દિગ્વિજયનો ટોણો- સોશિયલ ડિસ્ટેંસિંગ ન રાખવાને લઈને મારા ઉપર તો FIR કરાઈ હતી

ભોપાલ. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ પોતાના સંપર્કમાં આવનાર દરેકને ટેસ્ટ કરાવવાની અને નજીકના લોકોને ક્વોરન્ટિન થવાની અપીલ કરી છે. તેઓ કોરોના સંક્રમિત થનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. ત્રણ દિવસ પહેલા તેમની સાથે લખનઉ જનાર કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે ભાજપના વીડી શર્મા અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

શિવરાજે ટ્વીટ કરી આ અંગે જાણાકરી આપી

મુખ્યમંત્રીએ શનિવારે ટ્વીટ કરીને પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણએ કહ્યું હતું કે હું કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરું છું. ડોક્ટરની સલાહ મુજબ હું ક્વોરન્ટિન થઈ રહ્યો છું. મધ્ય પ્રદેશના લોકોને અપીલ છે કે સાવધાની રાખે. થોડી એવી લાપરવાહી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

તેમણે કહ્યું કે કોરોનામાં સાવધાની રાખવાનો મેં ઘણો પ્રયાસ કર્યો.પરંતુ સમસ્યાઓને લઈને લોકો મળતા હતા. મને મળેલા તમામ લોકોને મારી સલાહ છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.

શિવરાજ સંક્રમિત થતા દિગ્વિજયનો ટોણો

સિંધિયાએ ઝડપથી સાજા થવાની શુભકામના પાઠવી

કોરોનાથી ડરવાની જરૂર નથી: શિવરાજ

શિવરાજે કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોનાની સમયસર સારવાર થઈ જાય તો સારું થઈ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોનાની સમીક્ષા બેઠક કરી રહ્યો છું. હવે હું વીડિયો કોંન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક કરવાનો પ્રયાસ કરીશ.

શિવરાજ 3 દિવસ પહેલા કેબીનેટ બેઠકમાં સામેલ થયા હતા

શિવરાજે 22 જુલાઈના રોજ કેબીનેટ બેઠક કરી હતી. 23 જુલાઈના રોજ મંત્રી ઓમપ્રકાશ સકલેચા, મંત્રી વિશ્વાસ સારંગ અને ધારાસભ્ય નારાયણ પટેલને મળ્યા હતા.

શિવરાજનો પહેલા પણ 4-5 વાર ટેસ્ટ થયો હતો

શિવરાજનો પહેલા પણ ચારથી પાંચવાર કોરોના ટેસ્ટ થયો હતો. ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરીવારના સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. શિવરાજની સારવાર ચિરાયુ હોસ્પિટલમાં થશે.

શિવરાજ મંત્રી ભદૌરીયાના સંપર્કમાં આવ્યા હતા

શિવરાજસિંહ હાલમાં જ સ્ટેટ પ્લેનથી પૂર્વ રાજ્યપાલ લાલજી ટંડનના અંતિમ સંસ્કારમાં ગયા હતા.તેમની સાથે કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરીયા સહિત ઘણા લોકો હતા. ત્યાર બાદ ભદૌરીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની ચિરાયુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here