શોએબ અખ્તરનો સંગ્રહખોરી કરનારાને ટોણો, શું તમને ખાતરી છે કે ત્રણ મહિના પછી તમે જીવતાં હશો?

0
8

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પરના એક વીડિયોમાં લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરની વસ્તુઓ અને કરિયાણાનો સંગ્રહ કરે નહિ. અખ્તરે કહ્યું કે, “વિશ્વભરના મારા બધા ચાહકોને વિનંતી કરું છું કે, કોરોનાવાઇરસ એક વૈશ્વિક કટોકટી છે અને આપણે વૈશ્વિક શક્તિ તરીકે વિચારવું પડશે. અત્યારે બધે લોકડાઉન થઈ રહ્યું છે જેથી વાઇરસ ફેલાય નહીં. જો તમે બહાર ફરી રહ્યા છો અને પબ્લિક પ્લેસ પર લોકોને મળો છો તો તેનાથી બધાનું નુકસાન થશે.”

“જો તમે વસ્તુઓ સંગ્રહ કરી રહ્યા છો, તો કૃપા કરીને દૈનિક વેતન કામદારો વિશે વિચારો. સ્ટોર્સ ખાલી છે. તમે ત્રણ મહિના પછી જીવતાં હશો તેની ગેરેન્ટી છે? દૈનિક વેતન કામદાર વિશે વિચારો, તે તેના પરિવારને કેવી રીતે ખવડાવશે? લોકો વિશે વિચારો, સમય માનવ બનવા માટેનો છે, હિન્દુ કે મુસ્લિમ નહી. લોકોએ એકબીજાની મદદ કરવી પડશે, ભંડોળ એકત્રિત કરવું પડશે.”

“અમીર હજી પણ જીવી લેશે; ગરીબો કેવી રીતે ટકશે? વિશ્વાસ રાખો. આપણે પ્રાણીઓની જેમ જીવીએ છીએ, માણસોની જેમ જીવીએ તો સારું. મદદરૂપ થવાનો પ્રયત્ન કરો, કૃપા કરીને સામગ્રી કરવાનું બંધ કરો. સમય છે આપણે એકબીજાની સંભાળ રાખીએ. આ માનવ બનીને એકબીજાની મદદ કરવાનો સમય છે, ” તેણે ઉમેર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here