નિવેદન : શોએબ અખ્તરે કહ્યું, PM મોદીએ ધોનીને નિવૃત્તિ પાછી ખેંચવા અને T-20 વર્લ્ડ કપ રમવા અપીલ કરવી જોઈએ

0
5

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ પાછી ખેંચી લેવી જોઈએ. તેણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોનીને નિવૃત્તિ પાછી ખેંચવા અને 2021 T-20 વર્લ્ડ કપ રમવા અપીલ કરવી જોઈએ. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ભારતમાં યોજાવાની છે.

ધોનીએ સ્વતંત્રતા દિવસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. એક કલાક પછી સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ લીધી. ધોની છેલ્લે જુલાઈ 2019માં વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમ્યા હતા.

નિવૃત્તિમાંથી પાછા ફરવાનો ધોનીનો વ્યક્તિગત નિર્ણય

  • અખ્તરે યૂટ્યૂબ શો બોલ વસીમમાં કહ્યું હતું કે, ‘હું માનું છું કે ધોની આગામી T-20 વર્લ્ડ કપ રમી શકે છે. જો કોરોના ન આવત, તો તેઓ આમ જ કરત, પરંતુ તેમણે આ આઘાતજનક નિર્ણય લીધો છે.
  • ભારતમાં સ્ટાર્સને જે રીતે પસંદ કરવામાં આવે છે, મને લાગે છે કે લોકો ધોનીને T-20 વર્લ્ડ કપ રમવા માટે અપીલ કરી શકે છે. જો કે, તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. “

પ્રધાનમંત્રીની અપીલને કોઈ નકારી શકે નહીં

  • અખ્તરે કહ્યું કે, “રાંચીથી બહાર આવીને ધોનીએ આખા ભારતમાં નામ કમાવ્યું છે. તેમણે બધી મોટી ટૂર્નામેન્ટ જીતી લીધી છે, જેના કારણે આખું વિશ્વ તેમને છેલ્લા દિવસ સુધી યાદ રાખશે. તમને ખબર નથી કે કદાચ નરેન્દ્ર મોદી પણ તેમને નિવૃત્તિ પાછી ખેંચવા અને T-20 વર્લ્ડ કપ રમવા અપીલ કરી શકે છે. તે બિલકુલ થઈ શકે છે અને પ્રધાનમંત્રીની અપીલને કોઈ નકારી શકે નહીં.
  • 1987માં તેમની નિવૃત્તિ પછી, પાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હકે પણ ઇમરાન ખાનને આવી જ અપીલ કરી હતી અને તે પણ રમ્યા હતા.”

ધોનીને ફેરવેલ મેચ રમાડવામાં આવી શકે છે

  • અખ્તરે કહ્યું, “મારુ માનવું છે કે ભારતના PMએ ધોનીને અપીલ કરવી જોઈએ કે તે પાછા આવે અને 2021ના T-20 વર્લ્ડ કપમાં ભારતની કપ્તાની કરે.
  • મારી પર વિશ્વાસ કરો, ભારતમાં ધોનીને ફેરવેલ મેચ પણ રમાડવામાં આવી શકે છે. જો તે આ બધું નથી ઇચ્છતા તો અલગ વાત છે, પરંતુ ભારત આના માટે પૂરી રીતે તૈયાર છે.

ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 રમી હતી

  • ધોનીએ અત્યાર સુધી 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 રમી છે. આમાં તેમણે અનુક્રમે 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે.
  • IPLમાં ધોનીએ અત્યાર સુધીમાં 190 મેચોમાં 4432 રન બનાવ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ CSK 2010 અને 2011માં સતત બે વાર IPLનો ખિતાબ જીત્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here