Friday, April 19, 2024
Homeવિરેન્દ્ર સહેવાગ પર ભડક્યો શોએબ, કહ્યું-તારા માથે જેટલા વાળ નથી મારી પાસે...
Array

વિરેન્દ્ર સહેવાગ પર ભડક્યો શોએબ, કહ્યું-તારા માથે જેટલા વાળ નથી મારી પાસે એટલો માલ છે!

- Advertisement -

ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર ખેલાડી વિરેન્દ્ર સહેવાગ અને પાકિસ્તાનનો તૂફાની બોલર શોએબ અખ્તર સોશિયલ મીડિયા પર સામસામે આવી ગયા છે. વિરુનું કહેવું એવું હતું કે, શોએબ પૈસા માટે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતના ક્રિકેટરોના વખાણ કરી રહ્યો છે. આ વાત પર શોએબનો પિત્તો ગયો. શોએબે જવાબ આપ્યો કે, જેટલા સહેવાગના માથા પર વાળ નથી એટલો મારી પાસે માલ છે.

બન્યું એવું કે, વિરેન્દ્ર સહેવાગનો 3 વર્ષ પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે, શોએબ અખ્તર આપણો સારો મિત્ર બની ગયો. કારણ કે તેને ભારતમાં ધંધો કરવો એટલે તે ભારતના ક્રિકેટરો વિશે સારુ સારુ બોલી રહ્યો છે અને વખણ કરી રહ્યો છે. તમે શોએબનું કોઈ પણ ઈન્ટરવ્યૂ જોશો, તો તે ભારતના વખાણ કરતો દેખાશે. જ્યારે રમાવાના દિવસો આવે તો એ આવું નથી કરતો.

વિરેન્દ્ર સહેવાગની આ કોમેન્ટ પછી શોએબ અખ્તરે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મારા મિત્ર વિરેન્દ્ર સહેવાગનો છે. તમે જાણો છો કે, તે ગંભીરતા વિના જ વાત કરવા માટે જાણીતો છે. તેનું કહેવું છે કે શોએબ પૈસા માટે ભારતના વખાણ કરી રહ્યો છે. કોઈની કમાઈ અલ્લાહ પર નિર્ભર હોય છે. નહીં કે ભારત પર. જેટલા એના માથા પર વાળ નથી મારી પાસે એટલો તો માલ હશે.

જો કે, સાથે સાથે શોએબે એમ પણ કહ્યું કે, મે મજાકિયા અંદાજમા આ વાત કરી છે. કૃપયા આ વાત મજાકની જેમ લે. વીરૂ, આ એક મજાક છે અને એને મજાક જ રહેવા દે. શોએબે આગળ વાત કરતાં કહ્યું કે, મને એક વાત જણાવો કે શું એ વાત સાચી નથી કે ભારતની ટીમ દુનિયાની નંબર વન ટીમ નથી? શું એ સાચુ નથી કે વિરાટ કોહલી હાલના સમયમાં દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન નથી?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular