- Advertisement -
વાઘોડિયાના રુસ્તમપુરા નજીક કછાટા ગામની સીમમા માનવ કંકાલ મળી આવ્યું છે. ખેતરના શેઢા પાસે વરસાદી કાંષ નજીક અજાણ્યુ ડિકંમ્પોઝ માનવ કંકાલ મળી આવ્યું હતું. ખેતર માલીકે કંકાલ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. કંકાલ પર શર્ટ અને પેન્ટ જોતા પુરૂષનુ કંકાલ હોવાનુ તારણ છે. વાઘોડિયા પોલીસને જાણ થતા પોલીસ, ડોક્ટરની મેડ્કલ ટીમ અને FSL ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અજાણ્યો પુરૂષ કોણ હશે એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ડિકંમ્પોઝ કંકાલના હાડકા છૂટા પડી ગયા હતા. પેન્ટના ખીસ્સામાંથી માચીસ, તમાકુ અને સો રુપીયાની નોટ મળી આવી છે. રાત્રી પશુઓ દ્વારા કંકાલને ઘટના સ્થળેથી 20 ફુટ દુર ખસેડ્યુ હોવાનું અનુમાન છે. પોસ્ટ મોર્ટંમ બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે. ઘટનાની જાણી થથા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા.