Saturday, September 18, 2021
Homeઆંચકો : વિજય માલ્યાને લંડનની હાઈકોર્ટે નાદાર જાહેર કર્યો
Array

આંચકો : વિજય માલ્યાને લંડનની હાઈકોર્ટે નાદાર જાહેર કર્યો

ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનની હાઈકોર્ટે આજે બેન્કરપ્ટ (નાદાર) જાહેર કર્યો છે. બ્રિટનની કોર્ટ દ્વારા માલ્યાને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ સાથે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના વડપણ હેઠળ ભારતીય બેન્કોના ગ્રુપે આ કેસમાં જીત મેળવી છે. બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની કિંગ ફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોનની વસૂલાત માટે તેને નાદાર જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.લંડનની હાઈકોર્ટે આ ચૂકાદો આપતા હવે માલ્યાની મિલકતોને જપ્ત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

અપીલ માટે તમામ તક બંધ
માલ્યા પાસે લંડન હાઈકોર્ટના ચૂકાદા સામે અપિલ કરવાની કોઈ તક રહી નથી. EDએ અગાઉ કહ્યું હતું કે શરાબના કોરાબોરી ભારતમાં પ્રત્યર્પણ સામે બ્રિટનની કોર્ટમાં પોતાનો કેસ હારી ગયા છે.

માલ્યા માર્ચ, 2016થી ભારત બહાર
65 વર્ષિય માલ્યાની એરલાઈન કંપની કિંગફિશર નાણાકીય કટોકટીમાં આવી જવાને લીધે 20 ઓક્ટોબર,2012થી ઉડ્ડાન ભરી શકી નથી. વિજય માલ્યાને જાન્યુઆરી, 2019માં ચુકવણી નહીં કરી શકતા અને બેન્કો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. માલ્યા 2 માર્ચ, 2016ના રોજ ભારત છોડી ભાગ્યો હતો.

17 બેન્કના આશરે 9 હજાર કરોડ ફસાયા વિજય માલ્યાએ 17 બેન્ક પાસેથી આશરે 9 હજાર કરોડ રૂપિયા અને વ્યાજની ચુકવણી કરી ન હતી. તેમા SBI સહિત પંજાબ નેશનલ બેન્ક, IDBI બેન્ક, બેન્ક ઓફ બરોડા, અલ્હાબાદ બેન્ક, ફેડરલ બેન્ક, એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.​​​

માલ્યાના શેરોથી બેન્કોને મળેલા રૂપિયા 792.12 કરોડ
વિજય માલ્યાને ધિરાણ આપનારી બેન્કોએ તેના શેરના વેચાણ મારફતે રૂપિયા 792.12 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળની બેન્કોના કન્સોર્ટીયમ તરફથી ડેટ રિકવરી ટ્રાઈબ્યુનલે માલ્યાના શેરોનું વેચાણ કર્યું હતું. મની લોન્ડ્રીંગ સંબંધિ એક કેસમાં ED એ આ શેરો જપ્ત કર્યાં હતા. તેણે શેરોનું વેચાણ કરવા માટે પરવાનગી આપી હતી.

વિદેશ સચિવે માલ્યાના પ્રત્યર્પણ અંગે શનિવારે ખાતરી આપી હતી
વિજય માલ્યા મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શનિવારે કહ્યું હતું કે માલ્યા સામે ભારતે એક મજબૂત કેસ તૈયાર કર્યો છે અને બ્રિટનના અધિકારીઓએ તેના પ્રત્યર્પણ અંગે ખાતરી આપી છે.વિદેશ સચિવે વિજય માલ્યાના પ્રત્યર્પણમાં થતા વિલંબ અંગે કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બ્રિટન પક્ષ માલ્યાના પ્રત્યર્પણ અંગે કાર્ય કરી રહ્યું છે.

માલ્યા કેસના મુખ્ય અપડેટ

  • 2 માર્ચ 2016ના રોજ વિજય માલ્યા ભારત છોડી લંડન પહોંચ્યો
  • 21 ફેબ્રુઆરી,2017ના રોજ ગૃહ સચિવે માલ્યાના પ્રત્યર્પણ માટે બ્રિટનમાં અરજી કરી
  • 18 એપ્રિલ 2017ના રોજ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી. જોકે, તે દિવસે જ તેને જામીન મળી ગયા
  • 24 એપ્રિલ,2017ના રોજ માલ્યાનો ભારતીય પાસપોર્ટ રદ્દ કરાયો
  • 2 મે 2017ના રોજ તેને રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામુ આપ્યું
  • 13 જૂન 2017ના રોજ વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસ મેનેજમેન્ટ અને પ્રત્યર્પણની સુનાવણી શરૂ થઈ
  • 10 ડિસેમ્બર 2018ના રોજ વેસ્ટમિંસ્ટર કોર્ટની મુખ્ય મેજીસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે પ્રત્યર્પણ કર્યું અને ફાઈલ ગૃહ સચિવને મોકલ્યા
  • 3 ફેબ્રુઆરીના રોજ 2019ના રોજ ગૃહ સચિવે માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવા આદેશ કર્યો
  • 5 એપ્રિલ 2019ના રોજ ઈંગ્લેન્ડ અને વેલ્સના હાઈકોર્ટે ન્યાયધિશ ડેવિડે અપીલ કરવા માટે દસ્તાવેજ અંગે મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો
  • 2 જુલાઈ,2019ના રોજ એક મૌખિક સુનાવણીમાં ન્યાયમૂર્તિ લેગટ અને ન્યાયમૂર્તિ પોપપ્વેલે માલ્યાને અપીલ માટે અરજી દાખલ કરવા મંજૂરી આપી.
  • 20 એપ્રિલ, 2020ના રોજ માલ્યાની અપીલ નકારાઈ. પ્રત્યર્પણના અંતિમ નિર્ણય માટે કેસ બ્રિટનના ગૃહ સચિવ પાસે મોકલવામાં આવ્યો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments