Tuesday, April 23, 2024
Homeચોંકાવનારો કિસ્સો : નરાધમ પતિએ પેટ પર છરી રાખીને સુસાઈડ નોટ લખાવી...
Array

ચોંકાવનારો કિસ્સો : નરાધમ પતિએ પેટ પર છરી રાખીને સુસાઈડ નોટ લખાવી સસરાને મોકલી

- Advertisement -

શહેરમાં રહેતી એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો પતિ કોલેજ કાળના મિત્ર સાથે આડા સંબંધ હોવાની શંકાઓ રાખી તેને માર મારતો હતો. કૂતરાને ટ્રેન કરવાની સ્ટીકથી પતિએ ફટકારતા મહિલા ગભરાઈ ગઈ હતી. આવેશમાં આવેલા પતિએ પત્ની પાસે પેટ પર ચપ્પુ રાખી જબરદસ્તી જાતે સુસાઇડ નોટ લખાવી ફોટો પાડી સસરાને મોકલ્યો હતો. ગભરાયેલી મહિલા બીજે જ દિવસે પિયર આવી ગઈ અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

શંકાશીલ પતિએ પત્નીને સતત ત્રાસ આપતો
શહેરના અમરાઈવાડીમાં રહેતી 35 વર્ષીય મહિલાના 16 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને હાલ મહિલાને સંતાનમાં બે બાળકો છે અને તેનો પતિ એકાઉન્ટન્ટનું કામકાજ કરે છે. લગ્ન બાદ મહિલા પતિ સાથે જૂનાગઢ અને બાદમાં મુંબઈ ખાતે રહેતી હતી. નાના કામમાં વાંક કાઢી તેનો પતિ છોકરાઓને બરાબર રાખતી નથી કહીને ઝગડા કરતો અને મહિલાને માર પણ મારતો હતો. અનેક વાર પતિનો ત્રાસ આ મહિલાએ સહન કરી માતા પિતાને કઈ કહ્યું ન હતું. પણ ત્રાસ વધતા માતા-પિતાને મહિલાએ જાણ કરતા તેઓએ સારું થઈ જશે તેવી સહાનુભૂતિ આપી હતી.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
અમરાઈવાડી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

કોલેજના મિત્ર સાથે આડા સંબંધની શંકાએ પત્નીનું ગળું પકડ્યું
થોડા દિવસ પહેલા મહિલાનો પતિ ઘરે આવ્યો અને અચાનક જ પત્નીને કહ્યું કે, તારે પ્રતિક સાથે આડા સંબંધ છે. ત્યારે મહિલાએ કહ્યું કે, તે તેનો કોલેજ કાળનો માત્ર મિત્ર છે અને પરિવારજનોને પણ મિત્રતા હોવાનો ખ્યાલ છે એટલે ખોટા શક ન કરશો. જેથી પતિ ઉગ્ર થઈ ગયો અને મહિલાને ગળું પકડી વાળ ખેંચી માર માર્યો અને કૂતરાને ટ્રેન કરવાની સ્ટીકથી માર માર્યો હતો.

પત્નીના પેટ પર છરી રાખીને સુસાઈટ નોટ લખાવી
ગુસ્સે થયેલા પતિએ આટલેથી ન અટકતા એટલો આવેશમાં આવી ગયો કે રસોડામાંથી ચપ્પુ લઈ આવી પેટ પર મૂકી આ મહિલાને સુસાઇડ નોટ જાતે લખવાનું કહ્યું હતું. મહિલા ગભરાઈ જતા તેણે સુસાઇડ નોટ લખી હતી અને તેનો ફોટો પાડી તેના પતિએ સસરાને મોકલી દીધી હતી. કોઈનો ફોન આવતા ફોન લઈ પતિ આ મહિલાને રૂમમાં મુકી બહાર ગયો અને બાદમાં બીજા દિવસે ગભરાઈ ગયેલી મહિલા પિયર દોડી આવી અને બાદમાં ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular