કોરોનાના કહેર વચ્ચે ચોંકાવનારુ સંશોધન, Covid-19 ના કારણે થઈ શકે છે આ ગંભીર રોગ

0
13

કોરોના કાળમાં સંશોધનકર્તાએ એક ચોંકવનારો ખુલાસો કર્યો છે. જેમાં કહ્યુ છે કે, Covid-19ના દર્દીઓમાં બળતરા કરતો થાઇરોઇડ રોગ વિકસી શકે છે. જેને સબએક્યૂટ થાઇરોઇડિટિસ તરીકે ઓળખવામાં આવે છે. સબએક્યૂટ થાઇરોઇડિટિસ એક એક દાહ કરતો થાઇરોઇડ છે, જેને કારણે ગરદનમાં પીડા થાય છે અને આગળ જતાં તે ઉપલા શ્વાસન તંત્રના માર્ગને ચેપયુક્ત બનાવે છે.

ઘણા અવયવોની સંડોવણીને કારણે રોગચાળામાં ઉદ્દભવે

જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પ્રગટ થયેલા નવા કેસના અભ્યાસ મુજબ આ વ્યાધિ વાઇરલ ઇન્ફેક્શન અથવા તો પોસ્ટ-વાઇરલ ઇન્ફલેમેટરી રિએક્શન અને ઘણાં બધા વાઇરસો કે જે આ રોગ સાથે કડી ધરાવે છે તેને કારણે થઇ શકે છે. સાર્સ-સીઓવી-૨ (Covid-19) ગંભીર રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને ઘણા અવયવોની સંડોવણીને કારણે રોગચાળામાં ઉદ્દભવે છે, વિશ્વભરમાં કોવિડ-૧૯ના ૫૦ લાખ કેરોથી વધુની કન્ફર્મ-કેસ તરીકે નોધણી થઇ ચૂકી છે.

ફિજિશિયનોએ એલર્ટ રહેવું જોઇએ

‘સાર્સ-સીઓવી-૨ના ચેપ લાગ્યા પછી અમે સબએક્યૂટ થાઇરોઇડિટિસનો પ્રથમ કેસ નોંધ્યો હતો,’ એમ ઇટાલીની યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ પિસ્તના અભ્યાસ સંશોધક ફ્રાન્સેસ્કો લાટોફ્રાએ જણાવ્યું હતું. Covid-19 સાથે સંકળાયેલા આ વધારાનફ્ક્લિનિકલ મેનિફેસ્ટે શનની શક્યતા અંગે ફિજિશિયનોએ એલર્ટ રહેવું જોઇએ. 18 વર્ષની યુવતીના પિતાએ તેના જોખમમાં હોવાનું જણાવ્યા પછી ક્લિનિકલ પરીક્ષણમાં તે યુવતીને આ થાઇરોઇડ થયો હોવાનું જાણવા મળ્યુ હતું.

અલગ પ્રકારના ચિહ્નો બતાવવાનું શરૃ

એ યુવતી Covid-19 માંથી સંપૂર્ણપણે સાજી થઇ ગઇ હતી. તેનું ટેસ્ટિંગ પણ નેગેટિવ આવ્યાના થોડા દિવસ બાદ તેણે કેટલાંક અલગ પ્રકારના ચિહ્નો બતાવવાનું શરૃ કર્યું હતું. એ યુવતીના ગરદનમાં દુઃખાવો અને થાઇરોઇડની પીડા શરૂ થઇ ગઇ હતી, તાવ અને હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. તેને ફરી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. ત્યાં તેને સબ-એકયૂટ થાઇરોઇડિટિસ થયાનું નિદાન થયું હતું. તેનું થાઇરોઇડ સામાન્ય રીતે કામ કરતું હતું અને આવું એક મહિનાથી ઓછા સમય દરમિયાન જોવા મળ્યું હતું. એમ સંશોધકોએ જણાવ્યું હતું. ‘કોરોનોલોજિકલ એસોસિયેશનના કારણે ‘સાર્સ-સીઓવી-૨’ સંતવતઃ સબએક્યૂટ થાઇરોઇડિટિસ માટે જવાબદાર હોવાનું માની શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here