Monday, October 25, 2021
Homeશૂટ આઉટ : સંજય ગુપ્તા ત્રીજી સીરીઝની કરી રહ્યા છે તૈયારી
Array

શૂટ આઉટ : સંજય ગુપ્તા ત્રીજી સીરીઝની કરી રહ્યા છે તૈયારી

સાલ ૨૦૦૭માં રીલિઝ થયેલી ફિલ્મ શૂટ આઉટ એટ લોખંડવાલાએ રૂપેરી પડદે ધમાલ મચાવી હતી. ૨૦૦૭ની સાલની એ ફિલ્મસૌથી સફળ ફિલ્મ બની હતી. આ પછી ફિલ્મના રાઇટર સંજય ગુપ્તાએ ૨૦૧૩માં શૂટ આઉટ એટ વડાલા રીલિઝ કરી હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારું કલેકશન કર્યું હતું. હવે સંજય ગુપ્તા ત્રીજી સીરીઝની તૈયારી કરી રહ્યા છે.

આ ફિલ્મ ૧૯૯૨માં જેજે હોસ્પિટલમાં થયેલા શૂટ આઉટ પર આધારિત છે. આ શૂટ આઉટ દાઉદ ઇબ્રાહિમ અને અરુમ ગલવીની ગેન્ગ વચ્ચે થયો હતો. બન્ને ગેન્ગસની દુશ્મનીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું કામચલાઉ નામ ૩ ગેન્ગ વોર્સ ઓફ બોમ્બે રાખવામા આવ્યું છે.

જોકે આ ફિલ્મની કાસ્ટ વિશે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ તો સંજય ગુપ્તા ફિલ્મની સ્ક્રિપ્ટ પર રજત અરોરા સાથે કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments