કોરોનામાં શૂટિંગ : ‘મસાબા મસાબા’નું શૂટિંગ મુંબઇમાં 30 ટકા ક્રૂ મેમ્બર્સની સાથે જૂનથી શરૂ થશે

0
1

કોવિડની બીજી લહેરની સામે બોલિવૂડ હાર નહીં માને. મેકર્સ તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવા માગે છે. ટ્રેડ એનાલિસ્ટ અને પ્રોડક્શન હાઉસે જણાવ્યું કે, ઘણા મોટા બેનરોએ જૂન મહિનાથી શૂટિંગ કરવાની પરવાનગી માગી છે. તે બેનરોમાંથી ‘મસાબા મસાબા’, ‘અસુર’, ‘વિક્રમ વેધા’ અને ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’નું પ્રથમ અને બીજું શિડ્યુઅલ શરૂ થવાનું છે. ‘વિક્રમ વેધા’ની મુંબઈમાં લોકેશનની શોધ પૂરી થઈ ગઈ છે.

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું, ડાયરેક્ટર ગાયત્રી અને પુષ્કર તેમની ટેક્નિકલ રેકી કરી રહ્યા હતા કે તેમની ટીમમાંથી કેટલાક આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાદમાં મુંબઈમાં લોકડાઉન આવી ગયું. આવી સ્થિતિમાં તે કામ અટકી ગયું, પરંતુ જૂનથી તેમની તૈયારી છે કે મર્યાદિત ક્રૂ મેમ્બર્સની સાથે રિતીક રોશન અને સૈફ અલી ખાન તેને શરૂ કરે. એવી ચર્ચા છે કે રિતીક તેને નથી કરી રહ્યો, પરંતુ આ સત્ય નથી.

બીજા શિડ્યુઅલ માટે કાશ્મીર જશે ‘મસાબા મસાબા’ની ટીમ
ટ્રેડ સર્કલના જાણકાર સૂત્રોએ બાકી પ્રોજેક્ટની પણ કેટલીક માહિતી શેર કરી છે. તેમને કહ્યું, મુંબઈમાં જો જૂનના પહેલા સપ્તાહમાં લોકડાઉન પૂરું થઈ જાય છે, તો 5 જૂન બાદથી નેટફ્લિક્સની ‘મસાબા મસાબા’ની બીજી સિઝનના પહેલા શિડ્યુઅલ માટે પરવાનગી માગવામાં આવી છે. પહેલું શિડ્યુઅલ મુંબઈમાં પૂરું કરવામાં આવશે. બાદમાં બીજા શિડ્યુઅલ માટે બધા કાશ્મીર જશે. પછી પરત મુંબઈ આવશે અને બાકીનું શૂટિંગ કરવામાં આવશે. કાશ્મીરમાં મેઈન લીડ કેરેક્ટરની મિત્રના ડેસ્ટિનેશન વેડિંગના સીક્વેન્સનું શૂટિંગ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈમાં તેને ગોલ્ડેન ટોબેકો ફેક્ટરી, ટાઉનમાં આવેલા ત્રણ જૂના બંગલા સિવાય બાંદ્રાની બે ત્રણ રહેણાંક બિલ્ડિંગમાં શૂટિંગ કરવામાં આવશે. મુંબઈના પરા વિસ્તારોમાં તેને શૂટ કરવામાં આવશે નહીં. તેને મુંબઈના ટાઉન સાઈડ એટલે કે ચર્ચગેટ, બાલાર્ડ એસ્ટેટ, મુકેશ મિલ અને ત્યારબાદ બ્રાંદ્રાના વિસ્તારોમાં શૂટ કરવામાં આવશે.

‘અસુર’ની બીજી સિઝનના આગામી શિડ્યુઅલનું શૂટિંગ 10 જૂનથી શરૂ થશે
સૂત્રોએ આગળ જણાવ્યું કે, મુંબઈમાં અરશદ વારસી ‘અસુર’ની બીજી સિઝનના આગામી શિડ્યુઅલનું શૂટિંગ 10 જૂનથી શરૂ કરવામાં આવશે. તેના માટે શૂટ કરવાની અરજી અને સૂચના પ્રોડક્શન હાઉસે સંબંધિત વિભાગને આપી દીધી છે. અસુરના પ્રોડક્શન હાઉસે પણ વિભાગોને કહ્યું છે કે, તેમના સેટ પર 30 ટકા ક્રૂ મેમ્બર્સની સાથે શૂટ કરવાની મંજૂરી આપવામાં આવે. તેમને સ્પષ્ટ કહ્યું છે કે, ક્રાઉડવાળા સીન અત્યારે શૂટ કરવામાં આવશે નહીં. અત્યારે માત્ર લિમિટેડ આર્ટિસ્ટોની સાથે આવતા સીનનું જ શૂટિંગ કરવામાં આવશે.

‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ નું શૂટિંગ પણ 30 ટકા ક્રૂ મેમ્બર્સની સાથે મુંબઈમાં થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બંને સિવાય લખનઉ, ચંબલ, રાજસ્થાનમાં શૂટ થઈ રહેલી રણદીપ હુડાની ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માટે પણ મુંબઈમાં જ શૂટિંગ માટે એપ્લિકેશન સબમિટ કરવામાં આવી છે. મેકર્સ હવે માત્ર 30 ટકા ક્રૂની સાથે મંજૂરી અને વધારાની કોવિડ ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ યુપી બેસ્ડ છે. મુંબઈમાં એવી પ્રોપર્ટી પસંદ કરવામાં આવી છે, જેમાં યુપીના વિસ્તારોની ઝલક જોવા મળે. રાજસ્થાન અને યુપીમાં 60 ટકા શૂટિંગ થઈ ગયું છે. તેમાંથી હવે માત્ર જેલ,ઘર અને કોર્ટના સીક્વેન્સ બાકી છે. તેમને મુંબઈના સ્ટૂડિયોમાં બંધ ફ્લોર પર શૂટ કરવામાં આવશે. અમુક ખાસ સીન વસઈ, વિરારમાં શૂટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here