Tuesday, March 18, 2025
HomeબોલીવૂડBOLLYWOOD : કંગના-આર.માધવનની સાયકોલોજિકલ થ્રીલરનું શૂટિંગ પૂર્ણ

BOLLYWOOD : કંગના-આર.માધવનની સાયકોલોજિકલ થ્રીલરનું શૂટિંગ પૂર્ણ

- Advertisement -

કંગના રણૌતે આર. માધવન સાથેની તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે. જોકે, આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી.

અગાઉ ૨૦૨૩માં આ ફિલ્મ એનાઉન્સ કરાઈ હતી ત્યારે તે એક સાયકોલોજીકલ થ્રીલર હોવાનો દાવો કરાયો હતો.

કંગના અને આર. માધવન ‘તનુ  વેડ્સ મનુ’ની ફ્રેન્ચાઈઝી પછી ફરી એકઠાં થયાં છે. છેલ્લે તેમણે ૨૦૧૫માં  ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં કામ કર્યું હતું. એ પછી ‘તનુ વેડ્સ મનુ’નો ત્રીજો ભાગ બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે. જોકે, આર માધવનના દાવા અનુસાર પોતાને આ ત્રીજા ભાગ વિશે કોઈ માહિતી નથી.

કંગના સાથે અગાઉ ‘થલાઈવી’ ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર એ. એલય વિજયની કંગના સાથે આ બીજી ફિલ્મ છે. ફિલ્મ હિંદી અને તમિલ બંને ભાષામાં બનાવાઈ છે. ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં ચેન્નઈ ખાતે પૂર્ણ થયું હતું. કંગનાએ જાતે જ શૂટિંગ પૂર્ણ થયું હોવાના ફોટા ફિલ્મના સેટ પરથી શેર કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular