‘થલાઈવી’નું શૂટિંગ પૂરું : કંગના રનૌતે ફોટો શૅર કરીને કહ્યું- આ ફિલ્મ જીવનની સૌથી મોટી તક

0
20

જયલલિતાની બાયોપિકનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ વાત કંગનાએ સોશિયલ મીડિયામાં કહી હતી. ‘થલાઈવી’ ફિલ્મ અંગે કંગનાએ કહ્યું હતું કે આ તેના જીવનની સૌથી મોટી તક છે. ફિલ્મમાં પોતાના રોલ તથા જયલલિતાના શરૂઆતના દિવસની તસવીર શૅર કરી હતી.

કંગનાએ મનની વાત લખી

કંગનાએ કહ્યું હતું, ‘અને હવે શૂટિંગ પૂરું થયું. આજે અમે અમારા સૌથી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘થલાઈવીઃ દ રિવોલ્યુશનરી લીડર’નું શૂટિંગ પૂરું કર્યું. કદાચ જ કોઈ એક્ટર આવું કરી શકે છે. બહુ જ મુશ્કેલ છે પરંતુ અચાનક જ અલવિદા કહેવાનો સમય આવી ગયો.’

https://twitter.com/KanganaTeam/status/1337738450825572357?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1337738450825572357%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fshooting-of-thalaivi-is-over-kangana-ranaut-shared-a-photo-and-said-this-film-is-the-biggest-opportunity-of-life-128008442.html

ત્યારબાદ અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, ‘થલાઈવી’ ટીમના દરેક સભ્ય, શાનદાર ક્રૂનો આભાર. મને જીવનમાં તમારી સાથે કામ કરવાની તક મળી. બહુ જ બહુ ધન્યવાદ.

કોરોનાને કારણે સાત મહિના શૂટિંગ ના ચાલ્યું

‘થલાઈવી’ ફિલ્મ તમિળનાડુની પૂર્વ CM જયલલિતાની બાયોગ્રાફી છે. આ ફિલ્મ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. આ પાત્ર માટે કંગનાએ 20 કિલો જેટલું વજન વધાર્યું હતું. કોરોનાને કારણે આવેલા લૉકડાઉનમાં સાત મહિના સુધી ફિલ્મનું શૂટિંગ થઈ શક્યું નહોતું. પહેલા આ ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની હતી. જોકે, હજી સુધી નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here