કમબેક : 125 દિવસ બાદ ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ બીજીવાર શરૂ, લાઈવ ઓડિયન્સ જોવા નહીં મળે, સોનુ સૂદ પહેલો સેલિબ્રિટી ગેસ્ટ

0
6

મુંબઈ. લૉકડાઉનના અંદાજે ત્રણ મહિના બાદ ટીવી સિરિયલ્સના શૂટિંગ શરૂ થઈ ગયા છે. જોકે, શૂટિંગ દરમિયાન પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન કોમેડી કિંગ કપિલ શર્માએ પોતાના શોનું શૂટિંગ શરૂ કર્યું હતું. કપિલ શર્માની સાથે ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી સહિત અન્ય ક્રૂ મેમ્બર્સ 125 દિવસ બાદ સેટ પર પરત ફર્યાં હતાં.

કપિલ શર્મા, ભારતી સિંહ તથા અચર્ના પૂરણ સિંહે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યાં હતાં. આ વીડિયોમાં સેટ પર આવતા પહેલાં તમામ લોકો કઈ રીતની સાવધાની રાખે છે, તે બતાવવામાં આવ્યું હતું. ભારતી તથા સુમોના શૂટિંગને લઈ ઘણાં જ ઉત્સાહિત જોવા મળ્યાં હતાં.

https://www.instagram.com/tv/CCxjKhjJflW/?utm_source=ig_embed

https://www.instagram.com/tv/CCx-XoynBov/?utm_source=ig_embed

શોના કોન્સેપ્ટમાં ફેરફાર થશે

સૂત્રોના મતે, સેટ પર થર્મલ સ્ક્રીનિંગ, સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ તથા મેડિકલ ટીમ સહિત સરકારી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ટીમ વીડિયો કોન્ફરન્સિંગથી સ્ક્રિપ્ટ પર કામ કરતી હતી. શોમાં લાઈવ ઓડિયન્સ જોવા મળશે નહીં. આ જ કારણે હવે સેલેબ તથા દર્શકો વચ્ચેના સવાલ-જવાબ જોવા મળશે નહીં. આની બદલે હવે નવું સેગમેન્ટ જોવા મળશે.

સોનુ સૂદ પહેલો મહેમાન

લૉકડાઉન બાદ શોમાં પહેલા સેલિબ્રિટી ગેસ્ટ તરીકે સોનુ સૂદ જોવા મળશે. જોકે, હાલમાં માત્ર કપિલ તથા તેની ટીમે જ શૂટિંગ કર્યું હતું. સોનુ સૂદ 21 જુલાઈના રોજ શૂટિંગ કરશે. સોનુએ લૉકડાઉનમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા અને આ જ કારણે શોમાં સૌ પહેલાં તેને બોલાવવામાં આવ્યો છે. પહેલા એપિસોડનું શૂટિંગ બે દિવસ ચાલશે.

ટીમે છેલ્લો એપિસોડ 15 માર્ચના રોજ શૂટ કર્યો હતો. આ એપોસિડમાં આયુષ શર્મા તથા સાંઈ માંજરેકર જોવા મળ્યાં હતાં. આ શોનું પ્રસારણ 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here