શૂટિંગ અપડેટ : ઇન્ડસ્ટ્રીના ત્રણ મોટા સંગઠનો વચ્ચે સહમતી થયા બાદ હવે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે, વીમાની રકમ, પે કટ અને પેમેન્ટ સાઇકલમાં ફેરફાર થયા

0
8

ટીવી ફિલ્મ અને વેબ શોનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવા માટેનો રસ્તો સાફ થઇ ગયો છે. લાંબી ચર્ચા બાદ અંતે ફિલ્મ અને ટીવીના સંગઠનો વચ્ચે એક વાતને લઈને સહમતી આવી ગઈ છે. માત્ર રોજમદાર શ્રમિકોના હિતમાં નિર્ણય આવ્યો છે એવું નથી પણ ટીવી અને ફિલ્મના પ્રોડ્યુસર્સ માટે પણ ફાયદાની ડીલ બુધવારે રાત્રે ફિક્સ થઇ. ગ્લેમર વર્લ્ડના 3 મોટા સંગઠન IFPTC, CINTAA અને FWICEએ એક સુરમાં શૂટિંગના નિયમો અને સેટ પર હાજર લોકોની સુરક્ષા સંબંધિત નિયમો તૈયાર કર્યા છે.

દરેક કર્મચારીને 25 લાખનો વીમો 

આ અંતર્ગત રોજમદાર શ્રમિકો અને બાકી કાસ્ટ અને ક્રૂ મેમ્બર માટે કોરોનાથી મૃત્યુ થવાની સ્થિતિમાં 25 લાખ રૂપિયાનો વીમો રહેશે. હોસ્પિટલમાં ઈલાજ માટે 2 લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલાઇઝેશન કવર રહેશે. વીમા સિવાય ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યુસર્સ એસોશિએશનને એ પણ સુનિશ્ચિતિ કર્યું છે કે સેટ પર કાસ્ટ અને ક્રૂ માટે સરકારી આદેશ મુજબ તમામ તકેદારી રહેશે.

પેમેન્ટ સાઇકલમાં ફેરફાર 

હવેથી પેમેન્ટ સાઇકલ 90 દિવસને બદલે 30 દિવસની રહેશે. એટલે કે પેમેન્ટ માટે 90 દિવસની રાહ જોવી નહીં પડે. આ સિવાય સ્ટાર્સે પે કટની વાત પણ માની લીધી છે. જેથી પ્રોડ્યુસર્સ અને બ્રોડકાસ્ટર્સને વધારે ભાર સહન ન કરવો પડે. શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

મિટિંગમાં ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર્સના કાઉન્સિલની સાથે આર્ટિસ્ટના સૌથી મોટા સંગઠન CINTAA તથા સિને કર્મચારીનું સૌથી મોટું સંગઠન FWICE પણ હાજર હતું. ટીવી પ્રોડ્યુસર્સના કાઉન્સિલના પ્રમુખ સાજિદ નડિયાદવાલા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કલ્ચર મિનિસ્ટર અમિત દેશમુખ, કલ્ચરલ સેક્રેટરી સંજય મુખર્જી તથા આદેશ બાંડેકરનો આભાર વ્યક્ત કર્યો .

મિટિંગમાં જેડી મજીઠિયા, શ્યામ આશીષ ભટ્ટાચાર્ય, નિતિન વૈદ્ય, બીએન તિવારી, અશોક દુબે, ગંગેશ્વર શ્રીવાસ્તવ, મનોજ જોષી, અમિત બહલ, સંજય ભાટિયા તથા CINTAAના અધિકારીઓ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here