લાખણી : શોપિંગ માલિકોએ સ્વેચ્છાએ એક મહિનાનું ભાડું માફ કર્યું.

0
109
વર્તમાન સમયમાં કોરોના નામની વૈશ્વિક મહામારી ચાલી રહી છે જેનાથી ભારત દેશ પણ બાકાત રહ્યો નથી ત્યારે આ મહામારી થી દેશને બચાવવા માટે લોકડાઉન જાહેર કરેલ છે છેલ્લા દોઢ મહિના થી દેશ લોકડાઉન છે ત્યારે આવા સમયે વેપારીઓના ધંધા રોજગાર બંદ છે ત્યારે લાખણી ગ્રામ પંચાયતના સરપંચ નાંનજીભાઈ પટેલે લાખણી ગામમાં આવેલ તમામ શોપિંગ માલિકોને અપીલ કરી હતી કે ૧ મહિના નું ભાડું ભાડુંઆતો નું માફ કરો અને તેમની અપીલને માન આપીને લાખણી ગામમાં આવેલ લગભગ લગભગ તમામ શોપિંગ માલિકો સુરેશભાઈ પટેલ, હેમરાજભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતિ, શ્રવણભાઈ દવે, ટી.પી.રાજપૂત, ઈશ્વરભાઈ પટેલ, ભરતભાઇ પટેલ, ચેલાભાઈ પટેલ સહિતના તમામ શોપિંગ માલિકોએ એક સુરે આવકારીને માનવતાના દર્શન કરાવીને ૧ મહિના નું ભાડું માફ કર્યું છે.
અત્યારે સરકારે સવારે ૮.૦૦ વાગ્યા થી સાંજે ૮.૦૦ વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાનો પરિપત્ર કર્યો છે પણ લાખણી ગ્રામ પંચાયત કચેરીએ બધા વેપારી એસોસિએશન ના આગેવાનો ભેગા મળીને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનો સર્વસહમતી થી નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યારે કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી વેપાર ધંધા બંદ છે ત્યારે મારા શોપિંગ માં આવેલ  ભાડા ની તમામ દુકાનદારો ના ૧ મહિમાનું ભાડું માફ કરેલ છે. : સુરેશભાઈ પટેલ ( શોપિંગ મલિક )

કોરોના ની મહામારી ચાલતી હોવાથી દેશમાં લોકડાઉન છે ત્યારે આવા સમયે ધંધા રોજગાર બંદ રહેલ હોવાથી હું મારા શોપિંગમાં આવેલ ભાડા ની દુકાનોના ભાડા ૧ મહિનાના માફ કરીએ છીએ. : હેમરાજભાઈ પટેલ (શોપિંગ માલિક)

અત્યારે દેશમાં લોકડાઉન હોવાથી વેપાર ધંધા બંદ હોવાથી મારા શોપિંગમાં આવેલ ભાડાની દુકાનદારો પાસેથી  દોઢ મહિના નું ભાડું માફ કરેલ છે જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યા સુધી નું ભાડું માફ કરીશ : ઇશ્વરભાઈ પટેલ ( શોપીંગ માલિક)

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here