અનલોક 2 : રાજ્યમાં આવતીકાલથી દુકાનો 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

0
14

અનલૉક 2 અંતર્ગત આવતીકાલથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રખાશે, હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે 

 

 

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. CM રૂપાણીએ એમ પણ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.

કેન્દ્ર સરકારે અનલોક -2 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે 1 જુલાઈથી લાગુ થશે. અનલોક -1 નો સમયગાળો 30 જૂને સમાપ્ત થાય છે. અનલક -2ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણી પ્રવૃત્તિઓમાં છૂટછાટ રહેશે પરંતુ પ્રતિબંધો સાથે. કન્ટેનમેન્ટ ઝોનમાં કડક અમલ રહેશે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે.

અનલોક -2 માં તમને કઇ છૂટછાટ

અનલોક -2 માં, કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની બહારની કેટલીક ચીજો માટે છૂટ આપવામાં આવી છે.

  • મર્યાદિત સંખ્યામાં સ્થાનિક ફ્લાઇટ્સ અને પેસેન્જર ટ્રેનોને મંજૂરી છે. તેમનું ઓપરેશન આગળ પણ ચાલુ રહેશે.
  • મર્યાદિત રીતે મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીને મંજૂરી આપવામાં આવી છે. તેમાં વધારો કરવામાં આવશે.
  • નાઇટ કર્ફ્યુનો સમય બદલવામાં આવ્યો છે અને હવે તે સવારે 10 થી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે.
  • 5 થી વધુ લોકો દુકાનોમાં અંતર રાખીને એકઠા થઈ શકે છે.
  • 15 જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની તાલીમ સંસ્થાઓમાં તાલીમ શરૂ કરવામાં આવશે.
  • 31 જુલાઇ સુધી શાળા-કોલેજો અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે.
  • માલગાડી, બસો, ટ્રેનો, વિમાનોને લાવવા અને અનલોડ કરવા માટે પણ નાઇટ કર્ફ્યુ હળવો કરવામાં આવ્યો છે.