Monday, October 25, 2021
Homeઅમદાવાદ : છ ઝોનમાં દુકાનો નહીં ખુલે પરંતુ બાકી 42 વોર્ડમાં દુકાનો...
Array

અમદાવાદ : છ ઝોનમાં દુકાનો નહીં ખુલે પરંતુ બાકી 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે: AMC કમિશનર નહેરા

અમદાવાદ.  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ 6 ઝોનમાં દુકાનો ખુલી શકશે નહીં.  બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કેન્દ્રના જાહેરનામા બાદ રાજ્ય સરકારે કરેલા નિર્ણય પર અમદાવાદ શહેર અને કેન્ટેન્ટમેન્ટ ઝોન બાબતે જણાવ્યું હતું.

ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા અપીલ

વિજય નહેરાએ આજે ફેસબુક પર લાઈવમાં રમઝાનની મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી. સાથે જ તેમણે આપેલા સહકાર બદલ આભાર માનીને રમઝાનમાં ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા માટે બિરાદરોને અપીલ કરી હતી. અમદાવાદ કોરોનાના ડબલિંગ રેટ મામલે જણાવ્યું હતું કે, આપણી બધાની મહેનતને લીધે છેલ્લા 7 દિવસમાં આપણો આંકડો વધવાને બદલે ઘટ્યો છે. આવનાર સમયમાં ડબલિંગ રેટ વધે કે ઘટે તે કહેવું અશક્ય છે.

કેન્દ્રની ટીમે કોરોના પોઈન્ટ પર ચેકિંગ કર્યું

કેન્દ્રના ગૃહ વિભાગની ટીમે બપોરે ચાર વાગ્યા પછી અમદાવાદ શહેરની હાલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન પોઈન્ટ ઉપર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. દિલ્હીથી આવેલી ટીમના નિરીક્ષણને લઈ બપોરથી જ લોકડાઉન ચેકિંગ પોઇન્ટ પર પોલીસ કર્મચારીઓ માસ્ક, હેન્ડ ગ્લોઝ પહેરી અને સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા લાગ્યા હતા. કેન્દ્રના ગૃહ વિભાગની ટીમે કેટલાક પોઇન્ટ પર તેમને લોકડાઉન દરમિયાન બંદોબસ્ત પર તમામ સુવિધાઓ મળી હતી કે કેમ તે અંગે પૂછ્યું હતું. ઉપરાંત લોકડાઉનનો લોકો કેટલો અમલ કરે છે અને માને છે કે કેમ તેની પણ પૂછપરછ કરી હતી.

હયાત હોટલમાં બેઠક યોજાઇ

રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં બેઠક યોજાઇ છે. આજે કેન્દ્રીય ટીમ અમદાવાદમાં આવી છે જેમની સાથે કોરોના કેસને લઈ ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત મોડી રાતે કેન્દ્રના ગૃહવિભાગ દ્વારા દુકાનો ખોલવા અંગે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેના વિશે ચર્ચા પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રની ટીમ કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેન્દ્રની ટીમ શહેરના કોટ વિસ્તાર તથા કર્ફ્યૂમુક્ત થયેલા વિસ્તારોની પણ મુલાકાત લઇ શકે છે. આવનારા સમયમાં કોરોના સામેની જંગમાં કેવી રીતે કામગીરી રહેશે તેની પર ચર્ચા થઇ છે. હોસ્પિટલોની વ્યવસ્થા અને અન્ય મેડિકલને લગતા સાધનો તથા કોરોના ટેસ્ટની કીટ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર શાકભાજી વિક્રેતાઓ ધરણા પર બેઠા

સાબરમતી રિવરફ્રન્ટ પર શાકભાજી વિક્રેતાઓ ધરણા પર બેઠા છે. એલિસબ્રિજ પાસે આવેલી ગુજરી બજારની જગ્યા ફ્રુટ વેચનારાઓને અપાતા શાકભાજી વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો. અગાઉ ગુજરીબજારમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શાકભાજી વિક્રેતાઓને બેસવા મંજૂરી અપાઈ હતી બાદમાં ત્યાં બેસવા દીધાં ન હતા. હવે ફરી શાકભાજી વેચનારાઓને આપેલી જગ્યા ફ્રુટ વેચનારાને આપતા વિરોધ થયો છે. મોટી સંખ્યામાં લોકો ધરણાં પર બેસી ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments