અછત : સિમેન્ટ ભાવમાં થયેલા અસહ્ય વધારાનો વિરોધ

0
0

કોરોના મહામારીના કારણે દરેક વસ્તુઓની કિંમતની અછત સર્જાઇ છે. કામચલાઉ અછતનો લાભ અનેક સેક્ટરની મોટી મોટી કંપનીઓ તેજીની કાર્ટેલ રચી લઇ રહી છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ કામદારોનો એક વિભાગ બાંધકામ ઉદ્યોગ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સિમેન્ટની કિંમતોમાં થયેલો ઝડપી ભાવ વધારો છે. COVID-19 ને કારણે બિલ્ડિંગનું કોઈ કામ નથી. સાઉથ ઈન્ડિયન સિમેન્ટ મેન્યુફેકચર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ઉદ્યોગ બીજા રાઉન્ડ પ્રયાસ કરી રહ્યો હતો અને સિમેન્ટનો ભાવ વધારો અયોગ્ય છે.

દેશના મોટા ભાગના રાજ્યો દ્વારા સેક્ટર સાથે સંકળાયેલ કેટલાક વિરોધ કરી રહેલા કામદારોના જણાવ્યા મુજબ ભાવ વધારો કરવાની આવશ્યકત્તા જ ન હતી જ્યારે કોઇ ગતીવિધીઓ આ સેક્ટરમાં ન હતી. સિમેન્ટની પ્રતિ બેગની રિટેલ કિંમત અંદાજે રૂ.270 હતી જ્યારે પાડોશી રાજ્યો આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પ્રતિ બેગ રૂ.320 હતી ત્યારે તામીલનાડુમાં કિંમત રૂ.520 પહોંચી જેના કારણે કામદારોને આશ્ચર્ય થયું.

કોરોના મહામારીના કારણે બિલ્ડિંગ મટિરિયલ્સની કોઈ માંગ નથી COVID-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને કોઈ બાંધકામ પ્રવૃત્તિ નથી. તો શા માટે સિમેન્ટની કિંમતોના ભાવમાં વધારો કરવામાં આવ્યો. એક નિવેદનમાં એસોસિએશને કહ્યું કે, “સિમેન્ટ અન્ય ઉદ્યોગોની જેમ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. COVID-19 ની બીજી લહેર દરમિયાન માત્ર 30-40 ટકાની ક્ષમતા સાથે જ કામ કરી રહ્યું હતું.

કાચા માલની ઊંચી કિંમતથી બાંધકામ કોસ્ટ 20 ટકા વધી
​​​​​​​
કાચા માલ જેમકે સિમેન્ટ, રેતી તથા સ્ટીલની કિંમતોમાં થયેલા અસહ્ય વધારના કારણે રિયલ એસ્ટેટ ડેવલપર્સ પર બાંધકામ કોસ્ટમાં સરેરાશ 20 ટકાથી વધુનો વધારો થયો છે. સેક્ટર આ વધારો પોતાના ખભા પર ઉઠાવી શકે તેમ નથી. જો કાચા માલની કિંમતોમાં ભાવ વધારો નહિં ખેંચાય તો આ ભાવ વધારો આગામી સમયગાળામાં ગ્રાહકો પર પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here