Friday, September 17, 2021
Homeઅમદાવાદ : ગાડીમાં પડેલી રિવોલ્વરથી આને ગોળી મારી દો, બાલાજી ગ્રુપના બિલ્ડર...
Array

અમદાવાદ : ગાડીમાં પડેલી રિવોલ્વરથી આને ગોળી મારી દો, બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહની ધમકી

અમદાવાદ: બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના યુવકને રિવોલ્વર વડે ગોળી મારી હત્યા કરી નાખવાની ધમકી આપી છે. ફરિયાદી તેજસ પટેલ જ્યારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં આવ્યા ત્યારે ગાડીમાં પડેલી રિવોલ્વરથી મારી નાખવાની ધમકી આપતા શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા અને વેપારી તેજસ પટેલે બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. બુધવારે સવારે તેજસ પટેલ તેમના મિત્ર ભારવીન પટેલ સાથે ગ્રામ્ય કોર્ટમાં ગયા હતા. જ્યા આશિષ પટેલ હાજર હતા તેમને ડ્રાઇવર કનુ દેસાઈને કહ્યું હતું કે આ તેજસને આપણી ગાડીમાં પડેલી રિવોલ્વર વડે ગોળી મારી દો.

ડ્રાઇવર કનુ દેસાઈએ ગાળો બોલી ધમકી આપી હતી કે હું તને રાજસ્થાન લઈ જઈ રિવોલ્વરથી ગોળી મારી દઈશ. જેથી તેજસ પટેલે આશિષ શાહ અને તેના ડ્રાઇવર કનું દેસાઈ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments