સંભોગથી બ્રેક લેવો જોઇએ? જાણી લો રિલેશનશિપ માટે કેટલું યોગ્ય છે

0
21

રિલેશનશિપમાં પ્રેમ સિવાય સેક્સ પણ મહત્વનો રોલ પ્લે કરે છે. કેટલાક સંબંધોમાં સેક્સ જરૂરિયાત બની જાય છે. પરંતુ આ યોગ્ય નથી. કપલ્સે થોડાક સમય માટે સેક્સથી બ્રેક જરૂર લેવો જોઇએ. આમ કરવાથી તમારી અને તમારા પાર્ટનરની વચ્ચેનો સંબંધ સારો રહેશે.

સંબંધમાં સેક્સ સિવાય પણ ઘણુ બધુ છે. સેક્સથી બ્રેક લેવા પર રિલેશનશિપની અન્ય વાત પર પણ કપલ વધારે ધ્યાન આપે છે. જે તેમની વચ્ચે પ્રેમ અને બોન્ડિંગને સમજવામાં મદદ કરે છે. જો તમારો સંબંધ સેક્સ પર જ ટકેલો છે તો બની શકે છે કે તે પ્રેમ ન હોય. સેક્સથી બ્રેક લો અને તેનાથી તમને અને તમારા પાર્ટનરને સમજવામાં સહેલાઇ હશે કે તમારો સંબધ પ્રેમના કારણે ચાલી રહ્યો છે કે ફક્ત ફિજિકલ ઇન્ટીમેસીનું કારણ છે.

સેક્સથી દૂર રહેતા દરમ્યાન તમે તમારા પાર્ટનરની અન્ય વાતો પર ધ્યાન આપો છો. તમને વાત કરવાની પણ વધારે તક મળે છે. સાથે જ એકબીજાના ઇમોશન્સને વધારે સારી રીતે સમજી શકે છે. ઇમોશનીલ ક્લોજ થવા પર પાર્ટનર કહ્યા વગર જ એકબીજાની વાતો સમજવા લાગે છે. જેમ કે તમને અને તમારા પાર્ટનરને કઇ વસ્તુ પસંદ. કઇ વસ્તુથી તમને ખુશી મળશે. તમને કઇ એક્ટિવીટી કરવાની પસંદ છે.

એક વખત તમારી વચ્ચેની સમજ શક્તિ મજબૂત થઇ ગઇ તો તમારા સંબંધમાં ક્યારેય પણ ગેરસમજ તિરાડનું કારણ બની શકશે નહીં. બ્રેક બાદ સેક્સ ફક્ત ફિજિકલ વસ્તુ નહી રહે. જે તમને ઇમોશનલી જોડવાનું કારણ બનવાની સાથે પ્રેમને વ્યક્ત કરવાનું માધ્યમ પણ બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here