સુશાંત મૃત્યુ કેસ : આજે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડા કોર્ટમાં હાજર રહેશે, દીપેશ સાવંતની ધરપકડ પણ કદાચ નક્કી, 16મા દિવસે CBI કેટલાક લોકોની પૂછપરછ કરશે

0
17

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંત સિંહ રાજપૂતના ઘરે કામ કરતા દીપેશ સાવંતની ધરપકડ કરી શકે છે. આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી છે. શુક્રવારે મોડી રાતે NCBએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી છે. આજે બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. અહિથી તેમને NCBની કસ્ટડીમાં મોકલવામાં આવી શકે છે. આજે તેમનો મેડિકલ ટેસ્ટ પપણ થશે.

રિયાની ધરપકડ થઇ શકે છે

NCB રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇલેક્ટ્રોનિક એવિડન્સને આધારે શોવિક ના નહિ પાડી શકે કે તેણે રિયાના કહેવા પર ઘણીવાર ડ્રગ્સ ખરીદ્યા હતા. આથી રિયાની ધરપકડ પણ કદાચ નક્કી જ છે.

શુક્રવારે સવારે 6:40 વાગ્યે રિયા અને મિરાન્ડાના ઘરે દરોડા પાડીને શરુ થયેલી NCBની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. આ ઉપરાંત સુશાંત કેસમાં પણ CBI તપાસનો આજે 16મો દિવસ છે. સુશાંતના સંપર્કમાં રહેતા કેટલાક લોકોને DRDO ઓફિસ બોલાવવામાં આવશે.

ડ્રગ્સ પેડલર સાથે શોવિકના સંપર્ક હોવાના પુરાવા મળ્યા

ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલા કૈઝાન, બાસિત પરિહાર અને ઝૈદ શોવિક સાથે ડાયરેક્ટ સંપર્કમાં હતા. શોવિક અને બાસિતની મુકાલાત ફૂટબોલ ક્લબમાં થઇ હતી. બાસિતે શોવિકની મુલાકાત સોહેલ સાથે કરાવી હતી, જે તેને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. NCBએ મુંબઈની એક કોર્ટમાં જણાવ્યું કે, સુશાંતના મૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં ધરપકડ કરાયેલા બાસિતે કહ્યું કે, શોવિકના કહેવા પર ડ્રગ્સ ખરીદતો હતો.

સેમ્યુઅલ મિરાન્ડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે હું સુશાંત માટે ડ્રગ્સ ખરીદતો હતો. સેમ્યુઅલને ઝૈદનો નંબર શોવિકે આપ્યો હતો. ઝૈદે પણ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે, સુશાંતના મૃત્યુ પછી જુલાઈના અંતમાં પણ તે સેમ્યુઅલને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ માટે શોવિકે રોકડા રૂપિયા આપ્યા હતા.

સેમ્યુઅલની પત્ની NCB ઓફિસ પહોંચી

ધરપકડના સમાચાર મળતાની સાથે સેમ્યુઅલ મિરાન્ડાનો વકીલ અને પત્ની NCB ઓફિસ પહોંચી ગયા. સેમ્યુઅલના વકીલે મીડિયાને જણાવ્યું કે, ‘મારી પાસે દેખાડવા માટે કઈ જ નથી. હું માત્ર તે જાણવા આવ્યો છું કે સેમ્યુઅલ પર કયા આરોપ છે અને તેને કઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે.’

NDPSએ આ કલમ હેઠળ ધરપકડ કરી

આ દરમિયાન NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, શોવિક અને સેમ્યુઅલ પર દેશી અને વિદેશી ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. ટેક્નિકલ એવિડન્સ પછી બંનેની ધરપકડ કરી છે. અમને જે પુરાવા મળ્યા છે તેનો વિરોધ નહિ કરી શકે. બંનેને ઓફેન્સ ઓફ ડ્રગ્સ કન્ઝપ્શન, અરેન્જીંગ પ્રોક્યોરિંગ ડ્રગ જેમ કે NDPS સેક્શન 20B, 28, 28 હેઠળ અરેસ્ટ કર્યા છે. તેમાં 27A પણ સામેલ છે.

શોવિકની ધરપકડ પછી સુશાંતના પરિવારનો પ્રથમ રિસ્પોન્સ સામે આવ્યો છે. એક્ટરની બહેન શ્વેતાએ ટ્વિટર પર લખ્યું કે, ‘ભગવાન તમારો આભાર. અમને બધાને સત્યની દિશામાં માર્ગદર્શન આપતા રહો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here