રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ધાણાથી શિયાળુ પાકની આવકના શ્રીગણેશ

0
12

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે સવારે ૧૦ બોરી નવા ધાણાની આવક સાથે શિયાળુ પાક આવવાની શુભ શરૂઆત થઈ છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવા વર્ષનાં પ્રારંભે ધાણાની પ્રથમ આવક જોવા મળી છે. ધાણાની પ્રથમ આવકે મૂહૂર્તના સોદામાં રૂા.૧૮૫૧ના ભાવે ખરીદી કરવામાં આવી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ધાણાની આવક સાથે શિયાળુપાકની શુભ શરૂઆત થઈ છે. આજે સવારે કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામના રાજુભાઈ ધીરૂભાઈ માદરીયા નામના ખેડુત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પોતાનો નવો પાક ધાણા વેચાણ અર્થે લાવ્યા હતા. આ ધાણાની હરરાજી કરતા રૂા.૧૮૫૧ મુહુર્તના સોદામાં ઉપજયા છે. આ ધાણાની અંબાજી ટ્રેડિંગ કું. દ્વારા ખરીદી કરવામાં આવેલ. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૧૦ બોરી નવા ધાણાની આવક થવા પામી છે. ધાણાની સાથે ધીમેધીમે જીરૂ સહિતના પાકોનું આગામી દિવસોમાં આગમન થશે. આજે નવા ધાણાની આવક થતા તેનો સરેરાશ સારો ભાવ ઉપજયો છે. આગામી દિવસોમાં શિયાળુ પાકથી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ઉભરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here