પ્રાંતિજ : શ્રી ઘનશ્યામ લાલાજીની હવેલી ખાતે રસિયા મહોત્સવ યોજાયો.

0
42
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે રસિયા મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૈષ્ણવ સમાજ ના લોકો ઝુમી ઉઠ્યા હતાં.
વૈષ્ણવ સમાજ ના લોકો ફુલો ની હોળી રમ્યા.
ભકતો ને ભગવાન કૃષ્ણ સાથે હોળી રમ્યા હોય તેવો એહસાસ થયો.
અમદાવાદથી રસિયાઓ ઉપસ્થિત રહ્યાં.
પ્રાંતિજ હનુમાન ચોક પાસે આવેલ શ્રી ઘનશ્યામ લાલાજી ના મંદિર ખાતે મંદિર વ્યવસ્થાપકો દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હોળી નજીક આવતાં હોળી મહોત્સવ રસિયા મહોત્સવ નું આયોજન શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે  કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ થી આવેલ રસિયાઓએ પોતાના મધુર અવાજ થી મંદિર ખાતે ઉપસ્થિત સોવકોઇ વૈષ્ણવ સમાજ ના લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં તો ભકતો પણ ભગવાન કૃષ્ણ સાથે હોળી રમ્યા હોય તેવો એહસાસ થયો હતો જયારે અહીં દર વર્ષે ફુલોની હોળી રમ્યા છે અને મંદિર વ્યવસ્થાપકો દ્વારા દર વર્ષે રસિયા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.
જેમાં પ્રાંતિજ સહિત આજુબાજુમાં રહેતા વૈષ્ણવ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફુલો ની હોળી રમે છે અને રાસ , ગરબા સહિત ના કાર્યક્રમો યોજાય છે તો મંદિર ખાતે ફુલો ની હોળી રમતા વૈષ્ણવ સમાજ ના લોકો ઝુમી ઉઠ્યા હતાં અને સમગ્ર મંદિર સંકુલ માં ફુલો નો વરસાદ કરવામાં આવતા સમગ્ર મંદિર સંકુલ સુગંધીત થઇ ગયું હતું  અને સમગ્ર મંદિર સંકુલ માં ભક્તિ મય વાતાવરણ બન્યું હતું અને ફુલો ની હોળી રમવામાં આવી હતી અને રસિયા મહોત્સવ નો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ખુબજ સુંદર રીતે આનંદ માણ્યો હતો.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here