અમદાવાદ પૂર્વ ના સંસદસભ્ય શ્રી હસમુખ ભાઈ પટેલ કોરોના સંકઁમિત થયા

0
0

શહેરના પૂર્વ વિસ્તારના સંસદસભ્ય હસમુખભાઈ પટેલ કોરોનાગ્રસ્ત બન્યા છે. તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોનાની મહામારીમાં સંસદસભ્ય હસમુખ પટેલ નાગરિકોની મદદ સાથે સતત પ્રવાસ અને પાર્ટીના અનેક કાર્યક્રમમાં ભાગ લેતા હતા. હસમુખભાઈને તેમના ઘરે જ આઈસોલેટ કરી તબીબોની દેખરેખમા સારવાર ચાલુ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કાઉન્સિલર મહેશ પટેલે હસમુખ પટેલ કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આમ શહેરના બન્ને સાંસદ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here