Wednesday, September 22, 2021
Homeદહેગામ : શ્રી કડવા પાટીદાર સનાતન સમાજવાડી 100 બેડની હંગામી કોવીડ હોસ્પિટલ...
Array

દહેગામ : શ્રી કડવા પાટીદાર સનાતન સમાજવાડી 100 બેડની હંગામી કોવીડ હોસ્પિટલ ખૂબ જ ટૂંક સમયમાં કાર્યરત બની જશે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં દહેગામ થી નરોડા જવાના મુખ્ય માર્ગ ઉપર વર્ધમાન સ્કૂલની સામે જ આવેલ કડવા પાટીદાર સનાતન સમાજ વાડી માં 100 બેડની હંગામી હોસ્પિટલ ટૂંક સમયમાં જ કાર્યરત બની જશે. તેના માટે દહેગામ તાલુકા અને શહેરના દર્દીઓ હાલના કોવિડની ગંભીર બિમારીઓથી સપડાયેલા છે. દહેગામ તાલુકા અને શહેરમાં દરરોજના કેટલાક વ્યક્તિઓના મોત થવા પામે છે. તેમજ કેટલાક દર્દીઓ કોરોના સંક્રમણ પીસાઈ રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર લાંબા થતાં ભારે ખર્ચાઓ અને વેઇટિંગમાં ઉભા રહેવું પડતું હોય છે.

ત્યારે દહેગામના ધારાસભ્ય બલરાજસીહ ચૌહાણે તાલુકાના દર્દીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને આ કાર્ય કરવા માટે તેમની સાથે એપીએમસીના ચેરમેન સુમેર ભાઈ અમીન, મામલતદાર એચ.એલ.રાઠોડ, નગરપાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ્ રૂદડ, જે.સી.રાવલ અને દહેગામ હેલ્થ ઓફિસર બી.કે.પટેલ જેવા અધિકારીઓ અને ધારાસભ્ય સાથે રહીને આ સમાજવાડીની જગ્યા નક્કી કરી દેવામાં આવી છે. ખૂબ જ ટૂંક સમયમાં આ કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં બેડ ઇન્જેક્શન ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓને ભારે હેરાન પરેશાન થવું પડતું હોય છે. તેને અનુસરીને દહેગામના ધારાસભ્ય અને સરકારી વહીવટી તંત્રે તાત્કાલિક ના ધોરણે આ કોવિડ હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવશે.

દહેગામ તાલુકા અને શહેરમાં હાલમાં કોરોના કેસનો ઘડખમ વધારો થઈ રહ્યો છે. દહેગામ શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓની ઉઘાડી લૂંટ ચાલી રહી છે. દર્દીઓ હાલમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પ્રાઇવેટ દવાખાનાવાળાઓ નીતિનિયમો નેવે મૂકીને દર્દીઓને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. તો તેની સામે પણ કાર્યવાહી થાય તેવી ઉગ્ર રજુઆતો થવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments