Thursday, April 18, 2024
Homeકાલે દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવઃ શ્રી સોમનાથ મહાદેવને શ્રીનાથજી શ્રૃંગાર
Array

કાલે દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવઃ શ્રી સોમનાથ મહાદેવને શ્રીનાથજી શ્રૃંગાર

- Advertisement -

દ્વારકાધીશ શ્રી જગતમંદિરે રોશનીનો ઝગમગાટ : દ્વારકા : દ્વારકાધીશ મંદિરના ૧૫૦ ફુટની ઉંચાઇ સાથેના પાંચ માળના શિખરની રીલાયન્સ ગ્રુપ પ્રેસીડન્ટ ધનરાજભાઇ નથવાણીના સહયોગ થી આગામી જન્માષ્ટમીના કૃષ્ણ જન્મોત્સવને લઇ ખાસ પ્રકારની લાઇટીંગ ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવ્યુ છે. 

 શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે લોકોમાં ભારે થનગનાટ છે. કાલે રાત્રીના દ્વારકાધીશ મંદિરે ભવ્યતાથી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.

જયારે શ્રી સોમનાથ મહાદેવને આજે જન્માષ્ટમીના પર્વ નિમિતે શ્રીનાથજીનો શ્રૃંગાર કરવામાં આવશે. જયારે તા.૨૪ને શનિવારે ચંદન શ્રૃંગાર, રવિવારે ભસ્મ શ્રૃંગાર કરવામાં આવશે અને શ્રાવણના છેલ્લા સોમવારે શ્વેત પુષ્પનો શ્રૃંગાર કરાશે.

દેવભૂમી દ્વારકા

દ્વારકા : દેવભૂમિ દ્વારકા તા ૨૨ : દ્વારકા ખાતે તા. ૨૪ને શનિવારે દ્વારકાધીશ મંદિરમાં ૧૨.૦૦ વાગ્યે શ્રી ઠાકોરજીના દર્શન યોજાશે.

વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર દ્વારકાના જણાવ્યા અનુસાર તા. ૨૪-૮-૧૯ ના શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ (૧) મંગલા આરતી ૬.૦૦ કલાકે, મંગલા દર્શન ૬.૦૦ થી ૮.૦૦, શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન, અભિષેકના દર્શન ૮.૦૦ કલાકે, શ્રીજીને અભિષેક પશ્યાત પુજન (પટ/દર્શન બંધ રહેશે) ૯.૦૦ કલાકે,શ્રીજીને સ્નાન ભોગ અર્પણ ૧૦.૦૦ કલાકે થશે.શ્રીજીને શ્રૃંગાર ભોગ અર્પણ ૧૦.૩૦ કલાકે, શ્રીજીની શ્રુંગાર આરતી ૧૧.૦૦ કલાકે,શ્રીજીનો ગ્વાલ ભોગ અર્પણ ૧૧.૧૫ કલાકે, શ્રીજીને રાજભોગ અર્પણ ૧૨.૦૦ કલાકે, અનોસર (બંધ) ૧ થી પ.૦૦ તેમજ સાંજનો સમય ઉત્થાપન દર્શન પ.૦૦ કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ અર્પણ પ.૩૦ કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ અર્પણ ૭.૧૫ કલાકે, શ્રીજીની સંધ્યા આરતી ૭.૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ અર્પણ ૮.૦૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૮.૩૦ કલાકે, શ્રીજી શયન (મંદીર બંધ) ૯.૦૦ કલાકે તેમજ શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે ૧૨.૦૦ કલાકે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન તેમજ ૨.૩૦ કલાકે શ્રીજી શયન (મંદિર બંધ)

સમગ્ર ગુજરાતમાં આતંકવાદના હુમલાને નાથવા ચુસ્ત બંદોબસ્ત કરાયો છે ત્યારે યાત્રાધામ પણ કશુ કચાસ રાખ્યા વગર સુરક્ષાના તમામ પાસાઓ વિચારીને આગળ વધી રહી છે. સરકીટ હાઉસમાં જીલ્લા કલે. મીનાબેનના અધ્યક્ષસ્થાને મળેલ મીટીંગની બેઠકમાં જીલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારી ગણો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને દ્વારકાના વિસ્તારોનો તમામ સામુદ્રી કાઠો સુરક્ષા જવાનોથી ભરી દઇ ઠેકઠેકાણે વધુને વધુ સુરક્ષાના સાધનો સાથે તમામ પ્રકારની ચેકીંગ કરવાની સુચના અપાઇ છે. દ્વારકા તરફ આવતા રેલમાર્ગો અને રસ્તાઓના આંતરીક જોડાણ માટે તથા તમામ વિસ્તારોમાં પોલીસની ચેકપોસ્ટ ઉભી કરી કડક ચેકીંગ શરૂ કરેલ છે. ઉપરાંત હોટેલ લોઝ ધર્મશાળા અને જાહેર સ્થળોની પણ ચેકીંગ શરૂ કરાઇ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular