રોકાણ : શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સની FD પર 9.94% વ્યાજ મળી રહ્યું છે, સિનિયર સિટીઝનને ડિપોઝિટ પર 10.53% વ્યાજ આપવાની સ્પેશિયલ ઓફર કાઢી

0
16

અત્યાર સુધી તમે એ જ સાંભળ્યું હશે કે બેંકો અથવા કંપનીઓની FD વ્યાજ દર નીચા સ્તરે છે. પરંતુ અમે તમને એક કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જણાવી રહ્યા છીએ જેના પર તમને વાર્ષિક 10.53% વ્યાજ મળશે. જો કે, તેમાં રોકાણ કરતા પહેલાં તમારે તેની તપાસ કરવી જોઈએ અને સલાહકારનો અભિપ્રાય લેવો જોઈએ.

FDનું નામ શ્રીરામ સિટી ફિક્સ્ડ ડિપોઝિટ છે

શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સે ઉંચું વ્યાજ આપતી FD લોન્ચ કરી છે. તેને શ્રીરામ સિટી ફિક્સ્ડ ડિપોઝિટ નામ આપવામાં આવ્યું છે. આ FDનો સમયગાળો પાંચ વર્ષનો છે. કંપનીના જણાવ્યા મુજબ, તે FD પર સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. આ કંપની NBFC છે અને તેનું માર્કેટ મોટાભાગે દક્ષિણ ભારતમાં છે.

વ્યાજ 8.09% છે પરંતુ ટોટલ થઇને 9.94% થઈ જશે

કંપનીએ કહ્યું કે, આ સ્કીમમાં 8.09% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પરંતુ જો તેને ટોટલ કરીને ઉમેરીએ તો તે 9.94% થઈ જશે. જ્યારે સિનિયર સિટિઝનને તે 10.53% મળશે. કંપનીએ જણાવ્યું કે, ક્યુમુલેટિવ આધારે વાર્ષિક 8.40% વ્યાજ ચૂકવવામાં આવે છે. સિનિયર સિટીઝનને FD પર 8.80% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ વ્યાજ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે મળશે. આ યોજના સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

તાજેતરમાં RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે

કંપનીએ કહ્યું કે, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઘણી વખત ઘટાડો કર્યો છે. તેનાથી વ્યાજના દરમાં ઘટાડો થયો છે. તેમ છતાં કંપની અત્યારે FD પર સૌથી વધુ વ્યાજ દર ચૂકવી રહી છે. ICR દ્વારા આ કંપનીની FDની ક્રેડિટ ક્વોલિટીને MAA પ્લસ રેટિંગ અપાઈ છે. આનો અર્થ એ છે કે કંપનીએ કોઈપણ મૂળ રકમ અથવા વ્યાજ ચૂકવણીમાં ડિફોલ્ટ સાબિત નથી થઈ. કંપની પર્સનલ અને નાના વેપારીઓને પણ લોન પૂરી પાડે છે.

ખાસ કરીને એવા વેપારીઓ કે જેમની પાસે બેંકો અથવા કોઈ અન્ય કંપની પાસેથી લોન નથી મળતી. કંપની બિઝનેસ લોન, પર્સનલ લોન, ટૂ-વ્હીલર્સ, ગોલ્ડ લોન અને MSME લોન પણ આપે છે.

મુખ્યત્વે ડિપોઝિટ લેતી કંપની NBFC છે

શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ એ મુખ્યત્વે ડિપોઝિટ લેનારી NBFC કંપની છે. તે RBI અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલયમાં રજિસ્ટર્ડ છે. શ્રીરામ સિટીની દેશભરમાં 947 બ્રાંચ છે. તે દેશની અગ્રણી ટૂ-વ્હીલર અને MSME ફાઇનાન્સર છે. જો કે, સોશિયલ ડિસ્ટન્સિંગ એક નવો નિયમ બન્યો હોવાથી લોકો હવે તેમના પોતાના વાહન દ્વારા ટ્રાવેલ કરવા માગે છે. તેથી, ટૂ-વ્હીલર્સની માગ પણ વધી છે. આને કારણે લોનની માંગમાં પણ વધારો થયો છે. તેમજ, નાના વેપારીઓ શ્રીરામ સિટી પાસેથી લોન લઈ રહ્યા છે.

કંપનીનું કહેવું છે કે, રિટેલથી મળતી ડિપોઝિટથી તેની મૂડીની જરૂરિયાત પૂરી થઈ જશે, જેનાથી તે આગળ વધુ ઉધાર આપી શકશે. જો કે, વિશ્લેષકોનું માનવું છે કે કંપનીની ડિપોઝિટ બેંકો કરતાં થોડી વધારે જોખમી હોય છે. તેથી, આવી કંપનીઓમાં રોકાણ કરવામાં સાવધાની રાખવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here