સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ : NCBની ઓફિસમાં શ્રુતિ મોદી, એક્ટરની ટેલેન્ટ મેનેજર જયા સાહાને પણ બોલાવવામાં આવી

0
0

સુશાંત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ NCB આ કેસની તપાસ કરી રહ્યું છે. NCB આજે 16 સપ્ટેમ્બરના રોજ સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી રહ્યું છે. સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાને પણ બોલાવવામાં આવી છે. આ પહેલા બંનેની CBI તથા EDએ પણ ઘણીવાર પૂછપરછ કરી હતી.

NCBના એક અધિકારીએ કહ્યું હતું કે સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન અંગે કેટલાંક પોઈન્ટ્સ ક્લિયર કરવા માટે શ્રુતિ તથા જયાને બોલાવવામાં આવ્યા છે. EDની પૂછપરછ દરમિયાન રિયા તથા જયાની ચેટ સામે આવી હતી.

ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી 17 લોકોની ધરપકડ થઈ

NCBએ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક સહિત 17 લોકોની ધરપકડ કરી છે. રિયા છેલ્લાં સાત દિવસથી ભાયખલા જેલમાં બંધ છે. NCBએ આઠ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી અને 9 સપ્ટેમ્બરના રોજ ભાયખલા જેલમાં શિફ્ટ કરી હતી. રિયાની જામીન અરજી બેવાર નામંજૂર થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here