શટડાઉન : શેર્સ વેચી દેશે અથવા કંપની બંધ કરી દેશે, કંપનીએ સ્પષ્ટતા કરી સ્માર્ટફોન કારોબાર બંધ

0
10

સાઉથ કોરિયન ટેક કંપની LG તેનો સ્માર્ટફોન બિઝનેસના પાટીયા પાડવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલતી હતી કે કંપની તેના શેર્સ વેચી દેશે અથવા કંપની બંધ કરી દેશે હવે કંપનીએ સ્પષ્ટતા કરી છે તે સ્માર્ટફોન કારોબાર બંધ કરશે.

LGએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ નિર્ણય કંપનીને ઈલેક્ટ્રિક વ્હીકલ, કનેક્ટેડ ડિવાઈસ, સ્માર્ટ હોમ્સ, રોબોટિક્સ, AI અને બિઝનેસ ટુ બિઝનેસ સોલ્યુશન પર ફોકસ કરવામાં મદદ કરશે.

તો શું હવે LGનાં સ્માર્ટફોન નહિ વેચાય?
કંપનીએ કહ્યું છે કે સ્માર્ટફોન્સના સ્ટોક હશે ત્યાં સુધી કંપની તેનું થોડા સમય સુધી વેચાણ કરશે. જુલાઈ સુધી કંપની તેના મોબાઈલ બિઝનેસ પર તાળાબંધી કરશે. જોકે સ્માર્ટફોન્સમાં એપડેટ્સ મળતી રહેશે કે કેમ તેના વિશે કંપનીએ મૌન સાધ્યું છે.

ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ આગળ LG ફિક્કી પડી
LG છેલ્લાં ઘણા વર્ષોથી ચાઈનીઝ સ્માર્ટફોન્સ બ્રાન્ડ સામે ટક્કર આપી રહી છે. જોકે તે પોતાનું વર્ચસ્વ જાળવામાં સફળ રહી નથી. થોડા સમય પહેલાં જ કંપનીએ LG વિંગ, Q સિરીઝ, K સિરીઝ અને વેલ્વેટ જેવાં સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. જોકે હવે કોઈ પણ મોડેલનું પ્રોડક્શન કંપની નહિ કરે. જો તમે LGના સ્માર્ટફોનની ખરીદી કરવા જઈ રહ્યા હો તો તમારે વિચાર બદલવો પડશે.

કંપનીને સ્માર્ટફોન સેગમેન્ટમાં છેલ્લા 6 વર્ષમાં $4.5 બિલિયન (આશરે 33,010 કરોડ રૂપિયા)નું નુક્સાન થયું છે. હાલ સ્માર્ટફોન્સમાં કંપનીનો ગ્લોબલ શેર માત્ર 2% જ છે. કંપનીએ ગયા વર્ષે 2.3 કરોડ સ્માર્ટફોન્સના ગ્લોબલી શિપમેન્ટ કર્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here