Tuesday, September 21, 2021
Homeશ્વેતા તથા અભિષેક બચ્ચને કહ્યું હતું, 'મમ્મીને ક્લોસ્ટેરોફોબિયા નામની બીમારી છે'
Array

શ્વેતા તથા અભિષેક બચ્ચને કહ્યું હતું, ‘મમ્મીને ક્લોસ્ટેરોફોબિયા નામની બીમારી છે’

જયા બચ્ચન 73 વર્ષના થયાં. 9 એપ્રિલ, 1949માં મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલાં જયાએ 1971માં ફિલ્મ ‘ગુડ્ડી’થી કરિયરની શરૂઆત કરી હતી. જયા અંગે કહેવામાં આવે છે કે તે વાત વાત પર ગુસ્સે થઈ ઉઠે છે. આ વાત પર તેમની દીકરી શ્વેતા તથા દીકરા અભિષેકે ઘટસ્ફોટ કર્યો હતો.

જયા ક્લોસ્ટેરોફોબિક છે

થોડાં વર્ષ પહેલાં કરન જોહરના ચેટ શો ‘કૉફી વિધ કરન’માં શ્વેતા તથા અભિષેક બચ્ચને કહ્યું હતું કે તેમની માતાને ક્લોસ્ટેરોફોબિયા નામની બીમારી છે. આ એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ અચાનક ભીડ જોઈને રઘવાઈ થઈ છે. અનેક વાર તેને ગુસ્સો આવે છે અને ઘણીવાર તે બેભાન પણ થઈ શકે છે. વ્યક્તિ જ્યારે બજારમાં, ભીડમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં તથા લિફ્ટમાં હોય ત્યારે તેની સાથે આવું બને છે.

જયા બચ્ચને 1971થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી

જયા બચ્ચને 1971થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી

શ્વેતાના મતે, તેની માતા ભીડ જોઈને એકદમ ગુસ્સામાં આવી જાય છે. તેમને એ વાત બિલકુલ પસંદ નથી કે કોઈ તેમને ધક્કો મારે અથવા ટચ કરે. આ ઉપરાંત કેમેરાની ફ્લેશ આંખ પર આવે ત્યારે પણ તેમને અસહજ ફીલ થાય છે. ત્યાં સુધી કે અભિષેકે કહ્યું હતું કે ઘણીવાર તે માતા જયા બચ્ચન જતાં રહે, પછી મીડિયા સામેથી પસાર થાય છે.

જયા બચ્ચનના આ પ્રકારના વર્તનના અનેક વીડિયો સો.મીડિયામાં છે, જેમાં તે ગુસ્સે થતાં સ્પષ્ટ જોઈ શકાય છે. આટલું જ નહીં અનેકવાર જયા બચ્ચન મીડિયા પર આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. આ જ કારણ છે કે જયા બચ્ચન મોટાભાગે પોતાના પરિવારની સાથે જ જોવા મળે છે. કેમેરાની સામે પોઝ આપવાનું હંમેશાં ટાળે છે.

લગ્ન બાદ જયા બચ્ચનની છેલ્લી ફિલ્મ 'સિલસિલા' હતી

લગ્ન બાદ જયા બચ્ચનની છેલ્લી ફિલ્મ ‘સિલસિલા’ હતી

એક વ્યક્તિએ ફોટો ક્લિક કર્યો તો જયા બચ્ચન રોષે ભરાયા

થોડાં સમય પહેલાં જયા બચ્ચન ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરની માતા હીરુ જોહરની બર્થડે પાર્ટીમાં આવ્યા હતા. હોટલ હક્કાસનમાં યોજાયેલી લંચ પાર્ટી પછી જયા બચ્ચન જેવા ઘરની બહાર નીકળ્યા તો ત્યાં હાજર રહેલી એક વ્યક્તિ ફોટો ક્લિક કર્યો હતો. આ જોઈને જયા બચ્ચન તેના પર ગુસ્સે થયાં હતાં. જયાએ ગુસ્સામાં કહ્યું હતું, ‘અહીંયા આવ, મોબાઈલથી કેમ ફોટો પાડે છે? ફોટો ક્લિક કરતાં પહેલાં મને પૂછ્યું?’ જયા બચ્ચનનો ગુસ્સો જોઈને પહેલાં તો તે વ્યક્તિ ડરી ગઈ પરંતુ પછી તે હસતાં હસતાં જતો રહ્યો હતો.

ફોટોગ્રાફર્સ પર પણ જયા બચ્ચન ગુસ્સે થયાં

એક પાર્ટીમાં જયા બચ્ચન તથા ઐશ્વર્યા રાય સાથે ગયાં હતાં. ત્યારે એક ફોટોગ્રાફરે ઐશ્વર્યાને ‘એશ એશ’ કહીને બૂમ પાડી હતી. જયા તે ફોટોગ્રાફર પર ભડકી ગઈ હતી અને કહ્યું હતું કે ‘એશ એશ કહીને કેમ બોલાવે છે, ઐશ્વર્યાજી યા મિસિસ બચ્ચન કહો. તે તારા ક્લાસમાં ભણે છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments