સુંદરતાના મામલે શ્વેતા તિવારીએ પોતાની દીકરીને પણ પાછળ છોડી, તસવીરો જોઈને તમે પણ માની જશો

0
23

ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારી થોડાં સમય પહેલા નાના પડદા પર કમબેક કર્યું છે. લગભગ 3 વર્ષ પછી એકવાર ફરી ટીવી સીરીયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં ધૂમ મચાવનાર શ્વેતા તિવારી એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

  • 39 વર્ષની શ્વેતા તિવારીએ ભાઈના લગ્નમાં મચાવી ધૂમ
  • દીકરી કરતાં પણ વધુ સુંદર લાગે છે આ મોમ
  • સુંદરતા મામલે પોતાની જ દીકરીને આપે છે ટક્કર

હમેશાં પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહેતી શ્વેતા અત્યારે કામમાંથી સમય કાઢીને ભાઈના લગ્ન પ્રસંગમાં સામેલ થવા પહોંચી છે. ભાઈની પીઠીની સેરેમનીમાં તેણે પીળા રંગનો લહેંગો પહેર્યો છે અને સાથે જ મોટા ઈયરિંગ્સ પણ પહેર્યા છે. સાથે જ તેની દીકરી પલકે પણ મમ્મીથી મેચિંગ કરવા પીળા રંગની ડ્રેસ પહેરી છે.

શ્વેતા તેના બંને બાળકો પલક તિવારી અને દીકરા રેયાંશ કોહલી અને તેના માતા-પિતા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સેરેમનીની તસવીરો શેર કરી છે. શ્વેતાએ દીકરી પલક અને થનારી ભાભી યાસ્મીન શેખ સાથે ફોટો પોસ્ટ કર્યાં છે.

આ રીતે શ્વેતા તિવારીની તેની દીકરી પલક સાથેની તસવીરો ઘણી જ વાયરલ થઈ રહી છે અને તે આ તસવીરોમાં તેની દીકરી કરતાં પણ સુંદર લાગી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here