રિયા ચક્રવર્તીના મીડિયા ટ્રાયલ પર શ્વેતા ત્રિપાઠીએ આપ્યું મોટું નિવેદન

0
10

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં ડ્રગ્સ સંબંધિત આરોપમાં ગત મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. રિયા ચક્રવર્તીને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

એવામાં ઘણા બોલીવુડ સેલીબ્રીટી રિયાના સપોર્ટમાં ઉતરી આવ્યા છે. જ્યારે હવે આ યાદીમાં ફિલ્મ ‘કાર્ગો’ ની અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીનું નામ પણ સામેલ થઈ ગયું છે. અભિનેત્રીએ રિયા ચક્રવર્તીના મીડિયા ટ્રાયલની ટીકા કરી છે.

રિયા ચક્રવર્તીની ધરપડક અને વર્તમાન પરીસ્થિતિઓને જોતા શ્વેતાએ કહ્યું છે કે, “લોકો માનવતા ગુમાવી રહ્યા છે.” ટાઈમ નાઉથી વાતચીતમાં શ્વેતાએ કહ્યું છે કે, “માનવ સ્તરે વિચારો, તે કોઈની સાથે વ્યવહાર કરવાનો માર્ગ નથી. આપણે સહાનુભૂતિ રાખવી જોઈએ, ગ્લોબલ વોર્મિંગ વિશે ભૂલી જાઓ, તેનાથી માનવતાનો અંત આવશે.

સહાનુભૂતિ હોવી જરૂરી છે. આવી રીતે કોઈના પર આવો આરોપ લગાવવો ખોળો છે. આપણને આ વાત પર કમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી કે, કોઈ પાણી પી રહ્યું છે, કોણ દારુ પી રહ્યું છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ લઇ રહ્યું છે.

રિયાની મીડિયા તપાસ પર ટીપ્પણી કરતા શ્વેતાએ કહ્યું છે કે, “મને લાગે છે કે, કોઈ પણ વિષય ટીપ્પણી કરતા પહેલા આપણે જોવું જોઈએ કે, શું આપણે તે વિષય પર કંઈપણ જાણીએ છીએ અથવા આપણે આપણું જીવન જાતે ગોઠવી શકીએ છીએ.

મને લાગે છે કે, આપણે આપણું પોતાનું જીવન બરાબર રાખવામાં અસમર્થ છીએ, પરંતુ બીજાઓ પર ટીપ્પણી કરતા રહીએ છીએ જેના વિશે આપણે કશું જ જાણતા નથી. શ્વેતા ત્રિપાઠીના કામની વાત કરીએ તો તે છેલ્લી વખત ફિલ્મ કાર્ગોમાં જોવા મળી હતી. આ અગાઉ તે વેબ સીરીઝ ધ ગોન ગેમમાં જોવા મળી ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here