રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બીમાર : મહંત નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં મુશ્કેલી અને છાતીમાં દુખાવો, લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ

0
18

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત સોમવારે અચાનક બગડી ગઈ. તેઓને શ્વાસ લેવામાં મુશ્કેલી અને છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી. ડોકટર્સે તેમની તપાસ કરી, જે બાદ તેઓને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બારાબંકની સફેદાબાદથી લખનઉ સુધી ગ્રીન કોરિડોર બનાવીને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા

લખનઉના શહીદ પથ પર ગ્રીન કોરિડોરની જવાબદારી સંભાળી રહેલા પોલીસ કર્મચારી
(લખનઉના શહીદ પથ પર ગ્રીન કોરિડોરની જવાબદારી સંભાળી રહેલા પોલીસ કર્મચારી)

 

અયોધ્યાના DM એ.કે.ઝાએ જણાવ્યું કે મહંત નૃત્ય ગોપાલદાસનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ તેઓને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલાં ઓગસ્ટમાં નૃત્ય ગોપાલદાસ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારે તેઓને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિકવર થયા બાદ તેઓ અયોધ્યા પરત ફર્યા હતા. મહંત નૃત્યગોપાલ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના પણ અધ્યક્ષ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here