સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખના ‘મરજાવાં’ ફિલ્મના લુક રિલીઝ થયા

0
0

બોલિવૂડ ડેસ્ક: સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ ‘મરજાવાં’ના તેમના લુક સામે આવ્યા છે. ‘એક વિલન’ ફિલ્મ બાદ આ બંને એક્ટર્સ ફરીવાર એક ફિલ્મ સાથે કરી રહ્યા છે. ‘મરજાવાં’ ફિલ્મ રિવેન્જ ડ્રામા ફિલ્મ છે જે 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે. મિલાપ ઝવેરીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને નિખિલ અડવાણી અને ‘ટી સિરીઝ’ના ભૂષણ કુમારે સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે રિતેશ દેશમુખની સાથે તારા સુતરિયા અને રકુલ પ્રીત સામેલ છે.

આ ફિલ્મથી તારા સુતરિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે. તારાએ ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે પરિણીતી ચોપરા સાથે ‘જબરીયા જોડી’માં દેખાયો હતો. સિદ્ધાર્થની અપકમિંગ ફિલ્મ ‘શેરશાહ’ છે જેમાં તે કિઆરા અડવાણી સાથે જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here