સ્ટારકાસ્ટ : સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર તમિળ ફિલ્મ ‘તડમ’ની રિમેકમાં મૃણાલ ઠાકુર લીડિંગ રોલમાં, ફિલ્મ 20 નવેમ્બરે રિલીઝ થશે

0
14

બોલિવૂડ ડેસ્ક: સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ તમિળ ફિલ્મ ‘તડમ’ની રિમેક છે જેમાં તેની સાથે મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ ડબલ રોલમાં છે. આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મથી વર્ધન કેતકર ડિરેક્ટ તરીકે ડેબ્યુ કરશે. તેમણે અગાઉ ‘બ્રધર્સ’ અને ‘કપૂર એન્ડ સન્સ’ જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

ફિલ્મમાં સિદ્ધાર્થ બિઝનેસમેન અને ચોરના રોલમાં હશે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં મે મહિનાથી શરૂ થશે. ફિલ્મની સ્ટોરી મુજબ મેકર્સ મેટ્રો સિટીની નાઈટ લાઈફને બતાવવા માગે છે માટે દિલ્હી પસંદ કરવામાં આવ્યું છે. આ બોલિવૂડ રિમેકને મુરાદ ખેતાણી અને ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે જેણે શાહિદ કપૂર સ્ટારર ‘કબીર સિંહ’ ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. ‘તડમ’ ફિલ્મ 2019માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં અરુણ વિજય લીડ રોલમાં હતો. ફિલ્મ આ વર્ષે 20 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

મૃણાલ ઠાકુરે ‘સુપર 30’, ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘તડમ’ની રિમેક સિવાય તે શાહિદ કપૂર સાથે ‘જર્સી’ની રિમેકમાં પણ દેખાવાની છે. ઉપરાંત તે ફરહાન અખ્તર સાથે ‘તૂફાન’ ફિલ્મમાં પણ કાસ્ટ થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here