સિદ્ધાર્થ શુક્લા પર દારૂ પીને કાર ચલાવવાનો અને એક વ્યક્તિને કારણ વગર ફટકારવાનો આરોપ.

0
5

બિગ બોસ 13 ફેમ સિદ્ધાર્થ શુક્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિએ પોતાના ફોનથી આ વીડિઓ શૂટ કર્યો હતો. તેણે સિદ્ધાર્થ પર આરોપ મૂક્યા કે, તે દારૂ પીને કાર ચલાવી રહ્યો છે અને એક ગરીબ માણસને કોઈ કારણ વગર ફટકાર્યો.

https://twitter.com/TheRealKhabri/status/1337661510269587456?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1337661510269587456%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Ftelevision%2Fnews%2Fsiddharth-shuklas-video-has-gone-viral-where-a-man-is-accusing-the-actor-of-being-drunk-and-beating-a-man-128008343.html

વીડિયોમાં જોઈ શકાય છે કે, સિદ્ધાર્થ રેકોર્ડિંગ કરી રહેલી વ્યક્તિનો ફોન ઝૂંટવાનો પ્રયત્ન પણ કરે છે. મળેલી જાણકારી પ્રમાણે, આ વીડિયો સિદ્ધાર્થની મિડનાઈટ બર્થડે પાર્ટીનો છે. વીડિયો વાઈરલ થયા પછી સિદ્ધાર્થ પર આરોપ લાગી રહ્યા છે કે તેણે દારૂ પીને ડ્રાઈવિંગ કર્યું અને કારણ વગર ગરીબ માણસની મારપીટ કરી.

સિદ્ધાર્થે 12 ડિસેમ્બરે પોતાનો 40મો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેણે તેની મિત્ર શેહનાઝ ગિલ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો. આ પોસ્ટમાં જે કપડાં પહેર્યા છે તે જ કપડાં તેણે વાઈરલ વીડિયોમાં પણ પહેર્યા છે. સોશિયલ મીડિયામાં તેની બર્થડેના અન્ય પણ વીડિયો વાઈરલ થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here