દેવું રૂ.11,000 કરોડે પહોંચતા સિદ્ધાર્થે કરી આત્મહત્યાઃ કોર્પોરેટ મંત્રાલયની સ્પષ્ટતા

0
33

મુંબઈ- CCDના માલિક વી.જી સિદ્ધાર્થની આત્માહત્યા પછી કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને સ્ટોક એક્સચેન્જે એક મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું હતું કે, કાફે કોફી ડે(CCD)નું સંચાલન કરનાર કંપનીના પ્રમોટર અને માલિકી વી.જી સિદ્ધાર્થ પર રૂ.૧૧,૦૦૦ કરોડ કે તેથી વધુંનું દેવું થઈ ગયું હતું, અને કદાચ આ કારણોથી જ સિદ્ધાર્થ પરેશાન રહેતા હતા.

નોંધનીય વાત છે કે પૂર્વ વિદેશ પ્રધાન એસ.એમ કૃષ્ણાના જમાઇ અને કાફે કોફી ડેના માલિક વી.જી સિદ્ધાર્થ સોમવારના રોજ સાંજથી લાપતા થઇ ગયા હતાં અને બુધવારે સવારે તેમનો મૃતદેહ મેંગાલુરૂ પાસેની નેત્રવતી નદી પાસેથી મળી આવ્યો હતો. જો કે, આ દેવાની રકમનો ઉપયોગ સિદ્ધાર્થે ક્યાં અને કેવી રીતે કર્યો તે વાતની જાણ કોઈને નથી, તે એક રહસ્ય વાત છે.

CCD પર ૩૧ માર્ચ,૨૦૧૯ સુધીમાં કુલ રૂ.૬૫૪૭ કરોડનું દેવું હતું. સિદ્ધાર્થ અને પ્રમોટર ગ્રૂપની ચાર પ્રાઇવેટ હોલ્ડિંગ કંપનીઓ પાસેથી મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તેમના પર ૩૫૨૨ કરોડ રૂપિયાનું દેવું હતું. આ ઉપરાંત સિદ્ધાર્થે CDELના અન્ય બે ડાયરેક્ટરોની લગભગ ૧૦૨૮ કરોડ રૂપિયાની લોનની પર્સનલ ગેરન્ટી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here