પ્રશાંત ભૂષણ માટે હસ્તાક્ષર અભિયાન : 3000થી વધુ જજ અને વકીલોનું સુચન- પ્રશાંત ભૂષણને કોર્ટની અવગણના કરવાના કેસમાં થનારી સજાનો અમલ લાર્જર બેન્ચના રિવ્યુ પહેલા ન કરવામાં આવે

0
0

નવી દિલ્હી. કોર્ટની અવગણના કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણના સમર્થનમાં ઘણા જજ અને વકીલો આગળ આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સંખ્યા 3000થી વધુ છે. તેમણે સુચન કર્યું છે આ ચુકાદાનો ત્યાં સુધી અમલ ન થવો જોઈએ, જ્યાં સુધી કોરોના મહામારી પછી શરૂ થનારી કોર્ટની નિયમિત સુનાવણીમાં લાર્જર બેન્ચ તેનો રિવ્યું ન કરે.

પ્રશાંતના સમર્થનમાં આવેલા જજ અને વકીલોએ તેમના સુચનમાં કહ્યું છે કે અમને આશા છે કે સુપ્રીમ કોર્ટે છેલ્લા 72 કલાકમાં ઉઠેલા તમામ અવાજોને સાંભળ્યાં હશે અને ન્યાયને ખ્તમ થવાથી રોકવા માટે સુધારાના પગલા ઉઠાવવામાં આવશે. જેથી સામાન્ય લોકોમાં ફરીથી કોર્ટ માટે સન્માન અને વિશ્વાસ પેદા થઈ શકે.

3000થી વધુ જજ અને વકીલોના સમર્થનમાં આવ્યા હોવાનો દાવો
પ્રશાંત ભૂષણના પક્ષમાં હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની સાથે સંબધિત એપ્લિકેશન પર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 13 જજ સહિત 3000થી વધુ વકીલ હસ્તાક્ષર કરી ચૂક્યા છે. જોકે ન્યુઝ એજન્સી પીટીઆઈએ તેની સંખ્યા 41 જણાવી છે.

આ વકીલ પ્રશાંતના સમર્થનમાં
પ્રશાંત ભૂષણના સમર્થનમાં આવેલા વકીલમાં જનક દ્વારકાધીશ, નવરોજ એચ સીરવઈ, દાઈરસ જે ખંભાતા, જયંત ભૂષણ, અરવિંદ પી દાતાર, હુફેજા અહમદી, સી યૂ સિંહ, શ્યામ દીવાન, સંજય હેગડે, મિહિર દેસાઈ અને મેનકા ગુરસ્વામીના નામ પ્રકાશમાં આવ્યા છે.

14 ઓગસ્ટે દોષી ઠેરવવામાં આવ્યા હતા
પ્રશાંત ભૂષણને જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી 3 જજની બેન્ચે 14 ઓગસ્ટે ક્રિમિનલ કન્ટેમ્પ્ટના દોષી ઠેરવ્યા હતા. તેમણે જ્યુડિશિયરી પર 2 અપમાનજનક ટ્વિટ કરી હતી. હવે આ મામલામાં 20 ઓગસ્ટે સજા પર દલીલ કરવામાં આવશે. તેમને 6 મહિનાની કેદ અથવા 2000 રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

પ્રશાંત ભૂષણના આ 2 ટ્વિટને અવગણના ગણવામાં આવ્યા
પ્રથમ ટ્વિટઃ 27 જૂન- જ્યારે ઈતિહાસકાર ભારતના છેલ્લા 6 વર્ષને જોશે તો તેમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઈમરજન્સી વગર દેશમાં લોકતંત્રને ખત્મ કરવામાં આવ્યું. તેમાં(ઈતિહાસકાર) સુપ્રીમ કોર્ટ, ખાસ કરીને 4 પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની ભૂમિકા પર સવાલ કરશે.
બીજું ટ્વિટઃ 29 જૂન- તેમાં વરિષ્ઠ વકીલે ચીફ જસ્ટિસ એસ એ બોબડેનો હાર્લે ડેવિડસન બાઈક સાથેનો ફોટો શેર કર્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બોબડેની ટીકા કરતા તેમણે લખ્યું કે કોરોનામાં કોર્ટને બંધ રાખવાનો તેમણે આદેશ આપ્યો હતો.

ભૂષણને પહેલા અવગણના કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી
પ્રશાંત ભૂષણને નવેમ્બર 2009માં પણ સુપ્રીમ કોર્ટે અવગણના કરવા અંગેની નોટિસ આપી હતી. ત્યારે તેમણે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં સુપ્રીમ કોર્ટના જજ પર ટિપ્પણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here